વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે PM મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા પર તેમની જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી છે. જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિવિલ સર્વિસીઝ પ્રોબેશનર્સને પણ સંબોધિત કરવાના છે.

  વડાપ્રધાન મોદીએ કેવડિયામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડનું નિરીક્ષણ કર્યું અને પરેડની સલામી લીધી. આ પરેડમાં દેશની તમામ સુરક્ષા એજન્સીઓના જવાનો સામેલ છે. પરેડની પહેલા વડાપ્રધાન મોદીએ સુરક્ષા એજન્સીઓના જવાનોને રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં NSG, NDRF, CRPFની મહિલા યુનિટ અને ગુજરાત પોલીસ જેવી સુરક્ષા એજન્સીઓ સામેલ થઈ હતી. જેમણે શાનદાર પરેડનું પ્રદર્શન કર્યું.

  વડાપ્રધાન મોદીએ આજે સવારે 11 વાગ્યે સિવિલ સર્વિસિસ પ્રોબેશનર્સને સંબોધિત કરશે. જે બાદ 11:45 કલાકે વડાપ્રધાન મોદી વૉટર એરોડ્રમનું ઉદ્ધાટન કરશે. આ સિવાય PM મોદી સી-પ્લેન સેવા (કેવડિયા થી સાબરમતી રિવરફ્રન્ટ સુધી)નું પણ ઉદ્ધાટન કરશે.

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસના પર એક નજર

   PM મોદીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી એકતા ક્રૂઝ સેવાની લીલીઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. એકતા ક્રૂઝ સેવામાં 6 કિલોમીટરનું અંતર કાપીને શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બોટ સર્વિસના માધ્યથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીને દેખાડવા માટેની ખાસ સેવા છે.

  વડાપ્રધાન મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાને ન્યૂટ્રીશિયન ટ્રેનમાં મુસાફરી કરી અને જંગલ સફારીનું ભ્રમણ કર્યું.

    વડાપ્રધાન મોદીએ નવનિર્મિત આરોગ્ય વન, એકતા મૉલ અને બાળકો માટે પોષક પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું. આરોગ્ય વનમાં 15 એકરમાં ઔષધીય ગુણોથી સજ્જ છોડ લગાવવામાં આવ્યાં છે. યોગ અને આયુર્વેદને ધ્યાનમાં રાખીને તેનો વિકાસ કરવામાં આવ્યો છે.