છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાની નર્મદા બ્રાન્ચ કેનાલોમાં હાલ પાણી છોડાયું છે અને ખેડૂતો પાણી લેતા હોય છે. ત્યારે નસવાડી તાલુકાના ચામેઠા માઈનોર કેનાલ અંદાજીત 4 કિલોમીટરના અંતર સુધીના 300થી વધુ ખેડૂતો કેનાલ માંથી સિંચાઈનું પાણી લેતા હોય છે. પરંતુ છેલ્લાં 3 વર્ષથી કેનાલની સફાઈ થઈ નથી અને કેનાલ જર્જરિત બની હોય પાણી છોડ્યા બાદ પણ મોટી માત્રમા બિન જરૂરી પાણી કોતરોમાં વહીજાય છે. સાથે ખેતરોમા ભરાય છે. પરંતુ હાલના સમયમાં જે ખેડૂતોને પાણીની જરૂર છે. તે ખેડૂતો સુધી પાણી પોહચતું નથી જેનું કારણ એક માત્ર કેનાલમાં સફાઈ ન હોવાથી.
નર્મદા માઈનોર કેનાલમાં સફાઈ ન થઇ હોવાથી, પાણી છોડ્યા બાદ પણ ખેડૂતોને પાણી મળતું નથી. જેને લઈ ચામેઠા ગામના ખેડૂતો કેનાલમા ઉભા રહી અને અર્ધ નગ્ન થઈ પાણી આપો, કેનાલની સફાઈ કરોના ભારે સુત્રોચાર કર્યા હતા. ખેડૂત જેન્તીભાઈ એ જણાવ્યા મુજબ નિગમના અધિકારીઓ સફાઈ કરાવતા નથી. અધિકારીઓ ખેતરો સુધી આવે અને જોઇને જતા રહે છે. ખેડૂતોને પાણી મળે છે કે નય તેની અધિકારીઓને પડી નથી અને બીજી બાજુ સરકાર કહે છે કે ખેડૂતોને અમે બધી સુવિધા આપી રહ્યા છે. પાણી આપીએ છીએ પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે ખેડૂતોનો હાલ પાક સુકાય છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતર નજીક કેનાલ હોવા છતાં ખેતી માટે પાણી મળતું નથી તો કેનાલ શુ મતલબ જેને લઈ અમે વિરોધ કરીએ છીએ અને સરકારી તંત્ર અમારી માંગણી નિરાકણ લાવે અને ખેડૂતોના પ્રશ્નોનું હલ કરે.
નર્મદા માઈનોર કેનાલનું પાણી લેતા ખેડૂતો 3 વર્ષ પેહલા નિગમને 1 લાખ રૂપિયા પાણી વેરો ભરતા હતા. હાલ પાણી છોડ્યા બાદ નજીકના ખેડૂતોને પાણી મળે છે. પરંતુ કેનાલની સફાઈના હોય આગળ કેનાલ કોરી છે. 3 ઈંચ પાણી કેનાલમા દેખાતું નથી. પછી કઈ રીતે ખેડૂતો પાણી લઈ શકે કેનાલની સફાઈ થાય અને ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. હવે તંત્ર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે નહિ તે જોવું રહ્યું.