સ્ટોક બ્રોકર હર્ષદ મેહતાની રિયલ સ્ટોરી પર આધારિત વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ સોની લિવ પર સ્ટ્રીમ થઇ રહી છે. આ શોનાં ચારેકોરથી વખાણ થઈ રહ્યાં છે અને તેનો પુરાવો છે શોનું IMDb (ઇન્ટરનેટ મુવી ડેટાબેઝ) રેટિંગ. આ શો IMDb પર હાઈએસ્ટ રેટિંગ ધરાવતા શોમાં સામેલ થઇ ગયો છે. ‘બ્રેકિંગ બેડ’, ‘ચર્નોબલ’, ‘ગેમ ઓફ થ્રોન્સ’ જેવા ફેમસ શોને પાછળ રાખીને ‘સ્કેમ 1992’ 9.6 રેટિંગ સાથે ટોપ પર આવી ગયો છે.

      ૨૦૨૦ રીલીઝ થયેલા હાઈએસ્ટ રેટિંગ ધરાવતા શો ‘સ્કેમ ૧૯૯૨’ નું IMDb રેટિંગ ૯.૬ છે, ‘પ્લેનેટ અર્થ ૨’ નામનો શો  જે 2016માં રીલીઝ થયો જેનું IMDb રેટિંગ ૯.૫ છે. ‘બ્રેકિંગ બેડ’ નામના શો જે 2008માં રીલીઝ તઃયો તેનું IMDb રેટિંગ 9.4 છે  ૨૦૧૯ માં રીલીઝ થયેલા ‘ચેર્નોબિલ’ નું IMDb રેટિંગ 9.4 છે. ‘ધ વાયર’ નામનો શો જે વર્ષ 2002 થયો હતો તેનું IMDb રેટિંગ ૯.૩ છે જયારે ‘ગેમ ઓફ થ્રોન્સ’ નામનો શો જે વર્ષ 2011માં રીલીઝ થયો હતો તેનું IMDb રેટિંગ 9.2 નોધાયેલું જોવા મળે છે.

      ગુજરાતી ભાષામાં બનેલી ‘સ્કેમ 1992’ પર 10 એપિસોડની આ વેબ સિરીઝની સ્ટોરી લખાઈ રહી છે ત્યાં સુધીમાં 37,000થી વધુ લોકોએ વોટ આપ્યા છે. આટલા વોટિંગ સાથે એવરેજ રેટિંગ 9.6 છે અને શો લિસ્ટમાં ટોપ પર છે.

       ગુજરાતી હંસલ મેહતાએ ડિરેક્ટ કરેલી આ સિરીઝ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુની બુક ‘ધ સ્કેમ: હૂ વોન, હૂ લોસ્ટ, હૂ ગોટ અવે’નું અડેપ્ટેશન છે. સુચેતા દલાલે વર્ષ 1992માં આ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ હર્ષદ મેહતાનો રોલ પ્લે કર્યો છે, જેમની એક્ટિંગનાં પણ ભરપૂર વખાણ થઈ રહ્યાં છે. આ સિવાય અભિનયમાં રજત કપૂર, હેમંત ખેર, નિખિલ દ્વિવેદી, સતીશ કૌશિક, શ્રેયા ધન્વંતરિ વગેરે પણ પોતાની મહત્વની ભૂમિકા ભજવી છે.