કોરોના વાયરસને કાબુમાં લેવા માટે લોકાડઉન આપવું પડ્યું, હાલમાં લગભગ મોટાભાગના ધંધા રોજગાર તો ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ કોરાનાનો ખતરો જરા પણ ઓછો નથી થયો, જેને પગલે સ્કૂલો ખોલવાની મંજૂરી હજુ પણ સરકારે આપી નથી. જોકે, કોરોનાને પગલે ઓનલાઈન અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે ક્યાંક નેટવર્ક ના ધાંધીયા છે તો ક્યાંક ગરીબી આડે આવતી હોય છે કેટલાક વિદ્યાર્થીઓએ એવા જે જેમના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, જેમણે ઘરમાં બાળકોને એકસ્ટ્રા મોબાઈલ કે લેપટોપ લઈ આપવું પરવડે તેમ નથી, જેને પગલે સારી રીતે અભ્યાસ કરી નથી શકાતો. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે, જેમાં ઓનલાઈન શિક્ષણમાં અગવડતા પડતા ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધોનું જાણવા મળ્યું છે હવે ઓનલાઈન અભ્યાસ આપઘાતનું કારણ પણ બનવા લાગ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે એક ધોરણ 10ની વિધાર્થીનીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જોકે લોકડાઉનને લઈને આ તરૂણી ઓનલાઇન અભ્યાસ કરતી હતી, પરંતુ ઓનલાઈન પર સારી રીતે ભણી શકતી ન હોવાથી ટેન્શનમાં આવી તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.
દ. ગુજરાતના સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે. જોકે, લોકડાઉનને લઇને બેકાર બનેલા લોકો આપઘાત કરી રહ્યા છે તો, કેટલાક લોકડાઉનને લઈને ઘરેથી કામ કરવાને લાઈને તો કેટલાક લોકો ઘરેથી અભ્યાસ કરવાને લઈને હતાશામાં આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે, ત્યારે મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદની વતની હતી, અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલા તેરેનામ રોડ પર ક્રિષ્ના નગરમાં રહેતા શિવશંકર રામકરણની 14 વર્ષની પુત્રી આકાંક્ષા પાંડેસરાની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી.
ગઈકાલે આકાંક્ષાને શાળામાં બોલાવવામાં આવી હતી અને શિક્ષકે પૂછ્યું હતું કે, ભણવાનું કેવું ચાલી રહ્યું છે ત્યારે આકાંક્ષાએ તેમને કહ્યું હતું કે, અમારી પાસે એક મોબાઇલ છે તે પિતા લઈ જાય છે એટલે હું સારી રીતે ભણી શકતી નથી. પરિવાર પાસે પૈસાની સગવડ ન હોવાથી બીજો મોબાઈલ લઈ શકતા ન હતા. આવા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવતી હોવાની વાત શિક્ષકને કરી હતી.
સ્કૂલ બાદ ઘરે ગયા બાદ આ વિધાર્થીની દ્વારા આવેશમાં આવી જઈને પોતાના ઘરે છત સાથે દુપટો બાંધીને આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનાની જણકારી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જુવાનીમાં હજુ પગ મુકનાર દીકરીના આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની બીજી બાજુ પોલીસને પણ જાણકારી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
ખરેખર જયારે સમાજમાં જાગૃતિ લાવનાર, દુષણો અને પરિસ્થિતિથી ઝઝૂમવાની શક્તિ આપનાર શિક્ષણ જ જીવલેણ બની જાય ત્યારે આપણે વિકાસની કઈ દિશા તરફ ગતિ કરી રહ્યા છે એ વિષે સરકારના અને સમાજના બુદ્ધિજીવી વર્ગે વિચારવાની જરૂર છે.અને સચોટ પગલા અને નિર્ણયો લઇ ભટકતી ધીરજ ગુમાવેલી નવી પેઢીને સમજાવીને સાચી દિશામાં વાળવાનું કામ જલ્દી ઉપાડી લેવું રહ્યું.