બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર તેની ચરમ સીમાયે પહોંચ્યો છે. બધા પક્ષો પોતાના ઉમેદવાર જીતાડવા માટે મેદાનમાં ઉતરી ગયા છે. બિહાર ચૂંટણીમાં અનેક સીટો ઉપર ધન અને બાહુબલની લડાઈ છે. ત્યારે એક ઉમેદવાર એવા પણ છે જે સાદગીની મિસાલ છે. આપણે વાત કરી રહ્યા છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં લખીસરાય સીટ ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ભરત મહતોની

     આ એક એવો ઉમેદવાર છે જેમની પાસે મોબાઈલ પણ નથી. તેમના પગમાં ચપ્પય ભાગ્યે જ જોવા મળે છે ઘરમાં એક નાનો મોબાઈલ છે જેના ઉપર બહાર મજદુરી કરવા ગયેલા તેમના પુત્રો કોલ કરીને તેમના ખબર અંતર પૂછે છે. નામાંકન સમયે સપથપત્રમાં તેમણે પોતાના સાઢુનો નંબર આપીને રાખ્યો છે. કારણ એ છે કે ઘરમાં રહેલા મોબાઈલમાં બેલેન્સ રહેશે કે નહીં એની કોઈ જ ગેરેન્ટી નથી. ભરત મહતો 72 વર્ષના છે પોતાના જીવન દરમિયાન અનેક ચૂંટણીઓ લડી છે. પરંતુ આ બધી પંચાયત લેવલે લડી હતી. આ પહેલી ચૂંટણી છે જેમાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં લડવા ઉતર્યા છે.

    મીડિયા સાથે વાત કરતા મહતોએ જણાવ્યું હતું કે, તેઓ અત્યાર સુધીમાં અનેક ચૂંટણીઓ લડી ચૂક્યા છે. જે વિશે તેમને પોતાને જ યાદ નથી. અને તેમણે હિસાબ કિતાબ રાખવાનું વિચાર્યું પણ નથી. એટલું યાદ છે કે સરપંચથી લઈને વોર્ડ, જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ જેવી દરેક ચૂંટણીમાં પોતાનું કિસ્મત અજમાવી ચૂક્યા છે. પરંતુ દરેક સમયે હાર જ મળી છે.

    મીડિયા સામે મહતોએ એ કહેવામાં જરા પણ ખચકાયા નથી તેઓ કહે છે કે અમારી પાસે પૈસા ક્યાં છે તો ચૂંટણી જીતીશું. ચૂંટણી એ જીતે છે જેમની પાસે પૈસા છે. મેં તો મારી પુત્રીના લગ્ન પણ દેવું કરીને કર્યા છે. જે અત્યાર સુધી ચૂકવી રહ્યો છું. બે પુત્રો બહાર કોઈ ફેક્ટરીમાં કામ કરે છે. એ લોકોએ પૈસા મોકલ્યા છે. જેના પગલે નામાંકન કરી શક્યો છું. આમ પણ હું જીતવાનો નથી. પરંતુ ચૂંટણી તો હું લડીશ.

    લખીસરાય સીટ ઉપર કુલ 20 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું હતું. જેમાંથી એકનું ફોર્મ રદ થયું હતું. હવે 19 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 13 અપક્ષ ઉમેદવારો છે. જેમાંથી 6 બીજેપી, કોંગ્રેસ, જેએપી, બીએસપી, આજપા અને પ્લૂરલ્સ પાર્ટીના ઉમેદવારો છે.