૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગની ખાલી પડેલી જગ્યાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ડાંગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કાજલ ગામીત તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગના ગુજરાત વિધાનસભાના સભ્ય માટેની યોજાનાર પેટા ચૂંટણી માટે, ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, આહવા-ડાંગને, અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-કમ-ચીટનીશ ટુ કલેકટર, આહવા-ડાંગને જિલ્લા સેવા સદન, ભોંય તળિયે આહવા-ડાંગ ખાતે મોડામા મોડુ તા.૧૬-૧૦-૨૦૨૦ સુધીમા સવારના ૧૧;૦૦ વાગ્યાથી બપોરના ૩;૦૦ વાગ્યા સુધીમા નામાંકન પત્રો પહોચાડી શકશે. નામાંકન પત્રના ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.

       નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, આહવા-ડાંગ, નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, જૂની કલેકટર કચેરી, આહવા-ડાંગ ખાતે તા.૧૭-૧૦-૨૦૨૦ ના રોજ સવારે ૧૧ વાગ્યે કરવામા આવશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર પૈકીની કોઈ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા, ઉમેદવારે લીખીતરૂપે અધિકૃત કાર્ય હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપરના ફકરા-૨ મા દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમા તા.૧૯-૧૦-૨૦૨૦ ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલા પહોંચાડી શકશે. ચૂંટણી લડશે તો મતદાન તા.૩-૧૧-૨૦૨૦ ના રોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક વચ્ચે થશે.

      ચૂંટણી પંચનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ ૯-૧૦-૨૦૨૦ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ;  ૧૬-૧૦-૨૦૨૦ ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ; ૧૭-૧૦-૨૦૨ ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૯-૧૦-૨૦૨ મતદાનની તારીખ ૩-૧૧-૨૦૨૦ મત ગણતરીની તારીખ ૧૦-૧૧-૨૦૨૦ પેટા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ; ૧૨-૧૧-૨૦૨૦ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.