રાજ્ય સરકાર દ્વારા આજથી ગામડાંમાં જ રેશનકાર્ડ, ક્રિમિલિયર સર્ટિફિકેટ અને એફિડેવિટ જેવી સેવાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજથી એફિડેવિટ, દાખલા, રેશનકાર્ડ જેવી 22 જેટલી સેવા ગામમાં જ મળવાની શરૂઆત થઈ છે. પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઈ બે હજાર ગ્રામપંચાયતમાં આ સેવાઓ શરૂ થઈ છે.આ નિર્ણયને પગલે ગ્રામીણ નાગરિકોને રોજબરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લાના ધક્કા ખાવા ન પડે તેમ નથી, જેથી આ સુવિધાને ગામડાંના લોકો આશીર્વાદ સમાન ગણાવી રહ્યા છે.

      નવસારી જિલ્લાના વાંસદા ગામના સરપંચો સરકારની આ યોજનાને સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરનારી ગણાવી છે. હાલના સમયમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકોની સલામતી એમાં જ છે કે બહાર ન નીકળે, પરંતુ સરકારી દાખલાઓ કે સર્ટિ. માટે તેમને બહાર જાહેર વાહનોમાં જવાની ફરજ પડતી હતી, પરંતુ રાજ્ય સરકારે આ નવી જે સેવા શરૂ કરી છે, એને કારણે ગામનો માણસ ગામમાં જ રહીને પોતાના કાગળો મેળવવાની સરકારે સુવિધા કરી આપી હોવાનું લોકોએ કહ્યું છે.

      નવસારી જિલ્લાના ગામના લોકોનું કહેવું છે કે પંચાયતોને જે હક્ક આપવામાં આવ્યા છે એનાથી ગ્રામજનો ખૂબ જ ખુશ છીએ. તેમણે કહ્યું કે અમને હવે જિલ્લાકક્ષાએ ધક્કા નહી ખાવા પડે સ્થાનિકો માટે આ આશીર્વાદ સમાન સેવામાં ખર્ચ પણ ખૂબ ઘટી જશે. બે-ત્રણ દિવસનો સમય બગડતો હતો એ હવે નહીં બગડે. આ 22 સેવાને કારણે અમારા ગામમાંથી અમને દૂર જવું નહીં પડે. વળી, સ્ટેમ્પપેપર, નોટરી, સોગંદનામા વગેરેમાં વપરાતાં નાણાંની બચત થઈ છે, જે ખૂબ જ આવકારદાયક છે.