આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ, સોનગઢ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સરકાર દ્વારા છેલ્લા ઘણા વખતથી થઇ રહેલા વિકાસના કામોની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ વિકાસના કામોના લીધે અહીંના સ્થાનિક આદિવાસી સમાજના ઘણા પરિવારો અસરગ્રસ્ત થયા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા 15 જેટલા ગામોના લોકોને સૌથી વધુ અસર થઈ છે.

        સરકાર દ્વારા આ સ્ટેચ્યુ નજીકના ગામોના લોકો પાસેથી જમીન લઇ લેવામાં આવી છે અને આ વર્ષ દરમિયાન ખેડૂતોને ખેતરમાં ખેતી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અહીંના સ્થાનિક ગરીબ આદિવાસી પરિવારના લોકો કેવી રીતે પોતાનું પેટ ભરશે એ વિચારશીલ પ્રશ્ન છે ! સરકારે જો વિકાસ કરવો હોય તો ગરીબ કુટુંબોની સ્થિતિને ધ્યાનમાં લઇ વિકાસની રૂપરેખા ઘડવી જોઈએ જેથી એમને મદદરૂપ થઇ શકાય. વર્તમાનમાં સમયની પરિસ્થિતિ એનાથી બિલકુલ ઉલટ છે. હાલમાં સરકાર દ્વારા સ્થાનિક આદિવાસી સમાજના લોકો સાથે ખુબજ અન્યાય કરવામાં આવી રહ્યાનું લોકોનુ કહેવું છે. આજે કેવડીયા વિસ્તારના ગામના ખેડૂતોની જમીન છીનવાઈ જતા આ તમામ ગામના લોકો બેકાર બન્યા છે જેઓની આર્થિક સ્થિતિ ખુબજ નબળી છે તે છૂટક મજૂરી કરી પોતાનું જીવન ધોરણ ચલાવવા મજબૂર બન્યા છે. જે તરફ સરકારે ખરેખર ધ્યાન આપવાની જરૂર છે જેથી ગરીબ આદિવાસીઓને ન્યાય મળે. વિકાસની દોડમાં ગરીબ આદિવાસી કચડાઈના જાય એ જોવું સરકારની ફરજ પણ છે અને કર્તવ્ય પણ છે.

      વર્તમાનમાં કેવડિયા ખાતે આવા જ વિકાસના ભોગ બનેલા 130 પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કિટમાં ચોખા-05kg, દાળ-500 ગ્રામ આપવામાં આવ્યું. આ દરમિયાન અહીંના સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ મળવાનું થયું અને એમની વેદનાઓ સાંભળવા મળી. સંભાળીને આંખમાં પાણી આવી ગયું ખરેખર ખુબ જ દયનીય પરિસ્થિતિ છે. ત્યારે આ આદિવાસી સમાજના લોકોની વેદનાઓને તંત્ર ક્યારે ધ્યાનમાં લેશે એ જોવું રહ્યું અને સ્થાનિક આદિવાસી સમાજના સમયમાં કયો નિર્ણય લેશે એની પર નજર રહશે.