વલસાડ : કપરાડા તાલુકાના ૧૨૮ ગામ ઉપરાંત ધરમપુર અને પારડી તાલુકાના મળી ૧૪૧ ગામ માટે ઓનલાઈન કામગીરી માટે મહત્વની નાનાપોંઢા પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત થઈ ગયું છે. જેના પગલે વરસાદી પાણી ગળતાં હાલે વરસાદની સિઝનમાં મકાનમાં પ્લાસ્ટિક બાંધી કામગીરી કરવાની ફરજ પડી રહી છે. ગત વર્ષે પણ આજ સમસ્યા હોવા છતાં એક વર્ષ બાદ પણ પોસ્ટ ઓફિસના મકાનનું સમારકામ હાથ ધરાયુ નથી.

ગુજરાતમિત્ર:ફોટોગ્રાફ્સ

     ગત વર્ષે પણ આજ સમસ્યા હોવા છતાં એક વર્ષ બાદ પણ પોસ્ટ ઓફિસના મકાનનું સમારકામ હાથ ધરાયુ નથી.
વલસાડ: 141 ગામોની કામગીરી કરતી પોસ્ટ ઓફિસના આવા હાલ

ગુજરાતમિત્ર:ફોટોગ્રાફ્સ

      મળતી માહિતી મુજબ નાનાપોંઢા સ્થિત પોસ્ટ ઓફિસનું મકાન આશરે ૨૦ વર્ષ અગાઉ બન્યું હતું. આ પોસ્ટ ઓફીસમાં પોસ્ટને લગતી ઓનલાઈન કામગીરી થતી હોઈ કપરાડા તાલુકાના ૧૨૮, પારડી તાલુકાના ૮ અને ધરમપુર તાલુકાના ૫ ગામના હજારો લોકો માટે એકમાત્ર આ ઓફિસ જ છે. જોકે નિયમિત મેન્ટેનન્સના અભાવે ઓફિસમાં હાલે ચોમાસામાં છત પરથી પાણી ગળતરને લઈ ગ્રાહકો અને કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે. જેને લઈ પ્લાસ્ટિક બાંધવાની ફરજ પડી છે. ઉપરાંત છત ઉપર પણ પ્લાસ્ટિક બાધવું પડે છે. ગત વર્ષે પણ આજ મુશ્કેલી હતી. હાલે પણ આજ પરિસ્થિતિ યથાવત છે. જોકે, વલસાડના વડા અધિકારીએ મુલાકાત પણ લીધી હતી. છતાં આ ગંભીર સમસ્યા હલ થઈ શકી નથી.