આજે વિશ્વભરમાં ૫૨ મો વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એવામાં ભારતમાં સાક્ષરતા વિશેના આંકડાઓ ચોકાવનારા અને સાથે સાથે વધુ પરેશાન કરે એવા છે. આઝાદી મળ્યા પછી દેશમાં સાક્ષરતા દર ૫૭ ટકા સુધી વધી યુનેસ્કો ના મત પ્રમાણે ભારત માં સૌથી વધુ અભણ લોકો છે. ભારતમાં લગભગ ૨૮ કરોડ લોકો અશિક્ષિત છે. યુનીસ્કોની ગ્લોબલ એજયુકેશન મોનીટરીંગ રીપોર્ટ અનુસાર ભારતને ૨૦૫૦ માં પ્રાયમરી શિક્ષણ, ૨૦૬૦ માં માધ્યમિક શિક્ષણ અને ૨૦૮૫માં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ના વૈશ્વિક ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ થશે.
જો આપણે આઝાદી થી લઈને વર્તમાન સાક્ષરતા વિશેનું આકલન કરીએ તો સ્થિતિ થોડી સારી જણાય છે. આઝાદી પછી દેશમાં સાક્ષરતાનો ગ્રાફ ૫૭ ટકા વધ્યો છે. તેમ છતા પણ આપણે વૈશ્વિક સ્તરે ઘણા પાછળ છીએ ૨૦૧૧ માં થયેલી જનગણના અનુસાર કેરળમાં ૯૩.૯૧ ટકા સાથે ભારતનું સર્વાધિક સાક્ષર રાજ્ય છે. બિહારમાં આ દર ૬૩.૮૨ ટકા છે ત્યાં જ તેલંગણામાં ૬૬.૫૦ ટકા સાક્ષરતા છે. એના પછી લક્ષદીપ ૯૨.૫૮ ટકા મિઝોરમ ૯૧.૫૮ ત્રિપુરા ૮૭.૭૫ ગોવા ૮૭.૪૦ ટકા પણ સૂચિમાં સામેલ છે. બિહાર અને તેલંગણા એવા બે રાજ્ય છે જેની સાક્ષરતા દર ખુબ ઓછો છે.
મળતી માહિતી પ્રમાણે ભારતનો સાક્ષરતા દર વિશ્વની સાક્ષરતા દર ૮૪ ટકા પણ ઓછી છે. જેમ કે દેશમાં શુરુ કરવામાં આવેલા સર્વ શિક્ષા અભિયાન અને સાક્ષર ભારત દ્વારા આ દિશામાં સાર્થક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૧માં થયેલી જનગણના અનુસાર ભારતમાં સાક્ષરતા દર ૭૫.૦૬ ટકા છે ત્યાં જ આઝાદી દરમિયાન એટલે કે વર્ષ ૧૯૪૭ માં આ સહેજ ૧૮ ટકા હતી. આ રીતે આપણે કહી શકીએ કે આપણી સ્થિતિ પહેલા કરતા થોડી સારી છે.
ભારતમાં સાક્ષરતા દરમાં પણ લિંગ અસમાનતા જોવા મળી રહી છે જે રીતે દેશમાં આર્થિક અસમાનતા છે એ રીતે સાક્ષરતાને લઈને પણ મહિલાઓ અને પુરુષો માં ઉડું અંતર જોવા મળે છે. દેશમાં જ્યાં પુરુષોની સાક્ષરતા દર ૮૨.૧૪ ટકા છે ત્યા જ મહિલાઓમાં આ માત્ર ૬૫.૪૬ છે. મહિલાઓમાં ઓછી સાક્ષરતાનું મુખ્ય કારણ વધારે વસ્તી અને પરિવાર નિયોજનની જાણકારી ન હોવાનું છે.
પાડોશી દેશોની તુલનામાં ભારતના સાક્ષરતા દરની સ્થિતિ, સારી સાક્ષરતા દરના મામલામાં ભારતની સ્થિતિ પાડોશી દેશોથી થોડી સારી છે. ભલે એ સાક્ષરતા દરના મામલામાં વિકસિત દેશોમાંની સૂચિમાં ઘણો પાછળ છે. પણ વિકાસશીલ દેશોની સૂચીમાં એની સ્થિતિ બેહતર છે. એક રીપોર્ટ ના અનુસાર ૬ કરોડ બાળકો આધારભૂત શિક્ષણથી વંચિત છે ત્યાં જ બીજા એક રીપોર્ટ અનુસાર ૨૦૧૮ માં પણ દરેક પાંચ માંથી એક પુરુષ અને અને બે ભાગની મહિલાઓ અભણ છે દુનિયા ભમાં આશરે ૭૫.૦૭ કરોડ લોકો આજે પણ લખવામાં અને વાંચવામાં અસક્ષમ છે.
ભારતમાં આ વર્ષે સાક્ષરતા દિવસ ની થીમ સાક્ષરતા અને નિપુણતામાં વિકાસ રાખવામાં આવી છે આ સંદર્ભમાં ધ્યાનમાં રાખીને જોઈએ તો ઇન્ડિયા સ્કીલસ રીપોર્ટ ૨૦૧૮ ખુબ જ મહત્વપૂર્ણ છે જેના મુતાબિક છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય ગ્રેજ્યુએટની એમ્પ્લોયબિલીટી (રોજગાર ક્ષમતા) ૩૪ ટકા થી વધીને ૪૫.૦૬ થઇ છે. આ આંકડાઓ દેખાવમાં ઉત્સાહજનક લાગી શકે પણ સત્ય એ પણ છે કે અત્યારે પણ યુવાઓ ની આબાદી રોજગાર માટે શક્ય બની નથી એનો મતલબ એવો છે કે એમની પાસે ડીગ્રી તો છે પણ કામ કરવા માટે જરૂરી સ્કીલ્સ કમી છે હવે સાક્ષરતા દર કેવી રીતે વધારવો એ આપણા નિર્ણય પર રહેલો છે