દક્ષિણ ગુજરાતના BTP ધારાસભ્ય છોટુ વસાવાનો CM રૂપાણીને પત્ર લખ્યો છે તેમણે આક્ષેપ કર્યો છે સ્કોલરશીપમાં ગેરરીતિના થઇ રહી છે. તેમનું કહવું છે કે આ ફરજદાર સરકારી બાબુઓના નીજા હેઠળ થઇ રહ્યું છે આદિવાસી વિસ્તારોના સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમવર્ગની સ્કોલરશીપને લઇ આક્ષેપ કર્યા છે. તાલીમ વિના જ સ્કોલરશીપ અપાતી હોવાનો પણ વસાવાએ આરોપ કર્યો છે. આ સ્કોલરશીપ આદિજાતિ વિભાગની ગુજરાત પેટર્ન હેઠળ અપાય છે જે જરૂરિયાતમંદ સુધી પોહ્ચવી જરૂરી છે. આ વિષે ધારાસભ્ય છોટુ વસાવાએ રાજ્યપાલને પણ પત્ર લખ્યો છે.
છોટુ વસાવા આદિવાસી નેતા તરીકે જાણીતા છે અને તે તેમના પ્રશ્નો કોઈપણ જાતના ડર વગર રજૂ કરવા મામલે પંકાયેલા છે. તેમણે અગાઉ પણ પોતાની જાનને ખતરો હોવાને કારણે સુરક્ષા માંગતો પત્ર રાષ્ટ્રપતિને લખ્યો હતો. આ સિવાય પણ અવાર-નવાર તેઓ પોતાના પ્રશ્નોને લઈને સરકારનું ધ્યાન દોરતા દેખાય છે . રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યુ હતુ. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ અમરસિંહ વસાવા અને ડેડિયાપાડના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ બે ગુજરાતમાં BTPના ધારાસભ્યો છે.
ખરેખર આદિવાસી સમાજમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને બહાર લાવવા માટે આવા આદિવાસી નેતાની જેમ જનતા દ્વારા ચૂંટાયેલા બીજા (નેતાઓ)ધારાસભ્યોએ પણ આગળ આવવું જોઈએ લોકોના ઈચ્છે છે કે પોતાના લીડરો તેમના પ્રશ્નોને વાચા આપે.