કેન્દ્ર સરકારે ‘સ્વયંપ્રભા’ પ્રોગ્રામ હેઠળ 32 DTH ચેનલને સામલે કરવામાં આવી છે લોકડાઉન દરમિયાન દેશભરમાં કોલેજો અને યુનિવર્સિટીમાં ઓનલાઈન સ્ટડીથી સિલેબસ પૂરો કરવો પડ્યો છે, પરંતુ દેશમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની પાસે સ્માર્ટફોન કે ઈન્ટરનેટની સુવિધા નથી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં હાજર રહી શક્યા નથી.

સેન્ટ્રલ યુનિવર્સિટીઝના પ્રોફેસરના સ્ટાફએ મળીને આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણની માહિતી તૈયાર કરી છે. આ માહિતી કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના પ્રોગ્રામ ‘સ્વયંપ્રભા’ ની મદદથી પ્રસારિત કરવામાં આવશે. ‘સ્વયંપ્રભા’ વિશે વધારે માહિતી માટે વેબસાઈટ પર https://www.swayamprabha.gov.in/ મળી જાય છે.

         

આ પ્રોગ્રામમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસરઓ દ્વારા કુલ ૩૦૦ કલાકના લેક્ચર રેકોર્ડ કરીને મુકવામાં આવ્યા છે. IIT મદ્રાસ આ પ્રોગ્રામની કો-ઓર્ડીનેટર બની છે. ૨૮ ઓગસ્ટેથી આ તમામ લેક્ચરોનું પ્રસારણ શરુ થઇ ગયું છે. ગામડાંઓમાં રહેતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસે હવે અભ્યાસક્રમ પૂરો કરવા માટે ઓછો સમય છે. તેથી 40-50 કલાકના લેક્ચરની લંબાઈ ઓછી કરીને 10-15 કલાક સુધીની કરી છે. તેનાથી વિદ્યાર્થીઓ જલ્દી શીખી શકશે અને ઓછા સમયમાં વધારે અભ્યાસક્રમ કવર કરી લેશે.

કેન્દ્ર સરકારે સ્વયંપ્રભા પ્રોજેક્ટમાં 32 DTH ચેનલને સામલે કરી છે. તેમાં GSAT-15 સેટેલાઈટની મદદથી 24 કલાક સુધી શિક્ષણ સાથે જોડાયેલા પ્રોગ્રામ દેખાડવામાં આવશે. એક પ્રોગ્રામ દિવસમાં ઘણી બધીવાર રીપીટ થશે. જેને લઈને વિદ્યાર્થીઓ તેમની સુવિધા અનુસાર લેક્ચરમાં જોડાશે.