નવી દિલ્લી: અનલોક-૪માં ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશનને ઉત્તેજન આપવા પર ભાર આપવામાં આવ્યો ઓનલાઈન કોચિંગ અને ટેલિ કાઉન્સિલિંગ જેવા કાર્યો માટે ૫૦ ટકા સ્ટાફ શાળામાં બોલાવી શકાશે

કેન્દ્ર સરકાર અનલોક-૪ માટે શનિવારે સાંજે ગાઈડલાઈન જારી કરી છે. શાળા-કોલેજ તથા કોચિંગ સેન્ટર્સ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પ્રમાણે શાળા,કોલેજ અને અન્ય શૈક્ષણિક સંસ્થા ૩૦ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ-૯ થી ૧૨ ના બાળકો શિક્ષકો પાસે માર્ગદર્શન લેવા શાળા જઈ શકે છે. આ માટે માતાપિતાની લેખિતમાં મંજૂરી જરૂરી હશે. ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશનને મહત્વ આપવામાં આવશે,

અનલોક-૪ની નવી ગાઈડલાઈનમાં-

  • ઓનલાઈન કોચિંગ અને ટેલિ કાઉન્સિલ જેવા કાર્યો માટે ૫૦ ટકા ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફ શાળામાં બોલાવી શકાશે. રાજ્ય સરકારો દ્વારા તેની મંજૂરી આપવામાં આવશે.
  • ૨૧ સપ્ટેમ્બરથી ધોરણ ૯ થી ૧૨ સુધી બાળકોને શિક્ષકો પાસે માર્ગદર્શન લેવા માટે તેમની ઈચ્છાથી શાળા જઈ શકશે. આ માટે તેમણે માતાપિતા કે વાલીની લેખિત મંજૂરી લેવાની રેહશે .
  • નેશનલ સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ અને ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (ITI)અને શોર્ટ ટર્મ ટ્રેઈનિંગ સેન્ટરમાં તાલીમ આપવાની શક્યતા છે.
  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપમાં પણ તાલીમ શરૂ કરવામાં આવશે.
  • ફક્ત પીએચ.ડી કરી રહેલા રિસર્ચ સ્કોલર્સ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થા ખોલવામાં આવશે.
  • ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્ષિસના જે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે લેબોરેટરીઝનો ઉપયોગ કે એક્સપેરિમેન્ટ વર્કની જરૂર હોય છે તેઓ કોલેજ જઈ શકશે . રાજ્યો સાથે વાતચીત દરમિયાન ઉચ્ચ શિક્ષણ વિભાગતને ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

જુલાઈ માસ દરમિયાન કેન્દ્ર દ્વારા કરેલા સરવેમાં – 
કેન્દ્ર દ્વારા જુલાઈ માસમાં એક સરવે કરવામાં હતો કેન્દ્ર સરકારે શાળા શિક્ષણ વિભાગને જુલાઈમાં માતાપિતા વચ્ચે એક સરવે કરાવ્યો હતો. મોટાભાગના માતાપિતાનું કહેવું છે કે તે બાળકોને શાળા મોકલવા માટે તૈયાર નથી. જોકે કેટલાક રાજ્યોનું કહેવું હતું નબળા વર્ગના વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. તેમની પાસે ઓનલાઈન અભ્યાસ માટે ન લેપટોપ છે ન તો ઈન્ટરનેટ નેટવર્ક આવા સંજોગોને પોહચી વળવા સરકાર કદાચ  અનલોક ૪ની નવી ગાઈડલાઇન્શ નક્કી કર્યા નું જણાય રહ્યું છે. સરકારના આ નિર્ણયની સાથે વિદ્યાર્થીઓ અને માં-બાપ કેટલા સંમત બનશે એ જોવું રહ્યું.