આજે કુદરતે પોતાના લખલૂટ સૌંદર્યને પહાડો,નદીઓ અને છલોછલ ચારેકોર હરીયાળી વેરી છે ત્યારે અત્યંત રોમાંચિત કરનારા રમણીય સમૃદ્ધ સ્થળોએ ફરવા જવાથી રોજબરોજની એક સરખી જીવનશૈલીમાંથી થોડી રાહત તમને જરૂર અનુભવ થશે તમે ફરી એકવાર તરોતાજા થઈ જશો. અહી કેટલાંક સ્થળોનો ઉલ્લેખ કર્યો છે જે  તમને મનને શાંતિ અને અંતરના આનંદની અનુભૂતિ કરવાશે 

આપણે જો પોતાના માટે થોડો સમય ગાળવો હોય તો વર્ષેમાં એકાદ વાર ચોક્કસથી થોડો સમય કુદરતનું સાનિંધ્ય માણવુ જોઈએ જેથી તમે અનુભવશો કે તમે ખુબ તાજગી અને ધ્યાનપૂર્વક તમારૂ કામ કરી શકશો. તો ચાલો કુદરતના ખોળે આવેલા આવાજ કેટલાક અદ્ભુત સ્થળોની સફરે……

મહારાષ્ટ્રનું લોનર ક્રેટર લેક :

આ તળાવને જોઇને તમે પણ હેરાન થઇ જશો. આ તળાવ એક વાટકીના આકારનું છે. એટલું જ નહી દુનિયાના સૌથી મોટા તળાવ માં એક છે. આ તળાવ ખુબ જૂનું છે. તેની આસપાસની જગ્યા ઘણી શાંત છે. જો તમને પ્રકૃત્તિનો ખોળો ખુંદવો ગમતો હોય તો જરૂરથી આ સ્થળની એક વખત મુલાકાત લેવી.

મહાબળેશ્વરમનું નીડલ હોલ પોઇન્ટ :

 

જો તમે કોઇ પહાડના શિખર પર ગયા છો તો તમને માલૂમ હશે કે ત્યાથી પ્રકૃતિને નિહાળવા એક અલગ લ્હાવો છે પહાડો પરથી એક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. જો તમે આ પ્રકારના સ્થળ પર જવું પસંદ કરો છો તો તમે અંહી જઇ શકો છો. અંહીથી તમને પ્રકૃતિ એક અલગ જ રૂપમાં જોવા મળી શકે છે.

મણિપુરનું લોકતક લેક :

લોકતક લેકને દુનિયામાં તરતા તળાવના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તળાવમાં નાના નાના પાણીના દ્વીપ જોવા મળશે. આ તળાવની ચારેય બાજુ હરિયાળી જોવા મળશે. જેની સુંદરતા જોઇને તમને પણ આ સ્થળ ગમવા લાગશે.

જબલપુરનું માર્બલ રોક્સ :

આમ તો જબલપુરમાં જોવા માટે ઘણી જગ્યાઓ છે. પરંતુ જે સૌથી ખાસ છે તે માર્બલ રોક્સ છે. તમને જણાવી દઇએ કે નર્મદા નદી આ પહાડની આસપાસથી થઇને પસાર થાય છે. તમે ઇચ્છો તો આ પહાડને જોવા માટે બોટિંગનો સહારો લઇ શકો છો અને તેની સુંદરતાની ભરપૂર મજા માણી શકો છો.

આંધ્ર પ્રદેશનું બેલમ કેલ્સ :

જો તમને ગુફાઓ જોવાનો શોખ છે તો તમે આંધ્ર પ્રદેશ જઇ શકો છો. બેલમ કેવ્સ નામથી જાણીતી આ ગુફા ભારતની સૌથી મોટી ગુફામાંથી એક છે. આ ગુફા 3229 મીટર લાંબી છે. આ ગુફામાં એવી ઘણી વસ્તુઓ છે જે જોઇને તમને વિશ્વાસ જ નહી આવે. જે તમને ખૂબ પસંદ આવશે.

આ સ્થળોનો નજરો ખરેખર અદ્ભુત છે જોવા જવાનો ન જવાનો નિર્ણય તમારો…..