નર્મદા:  નર્મદા જિલ્લામાં રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સુવિધાઓ મુદ્દે સરપંચ પરિષદે CM રુપાણીને ચીમકી આપી છે કે નર્મદામાં આરોગ્ય મુદ્દે યોગ્ય સુવિધા આપો, નહીંતર ગાંઘી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવું પડશે.

સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યો છે કે રજવાડાના સમયની સિવિલ હોસ્પિટલમાં જરુરી સ્ટાફ અને સુવિધા નહીં હોવાથી દર્દીઓ બચી શકતા નથી સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવા, નર્મદા જિલ્લા જિલ્લા સરપંચ પરિષદ પ્રમુખ જિતેન્દ્ર ભીલ સહિત અન્ય આગેવાનો રાજપીપળા સિવિલ હોસ્પિટલના પ્રશ્નો લઈ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્યમંત્રી કુમાર કાનાણી તેમજ મંત્રી ગણપત વસાવા પાસે પહોંચ્યા હતા અને રજૂઆતો કરી હતી.

 

રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલામા રાજા રજવાડા વખતની એક માત્ર સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે. જેમાં નર્મદાના જિલ્લાના 5 તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી હજારો ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે.આ ગરીબ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ છે પણ એમાં વર્ષોથી પૂરતા સ્ટાફ અને આધુનિક સાધનોના અભાવે ઇમરજન્સી કેસમા સિરિયસ દર્દીઓને બચાવી શકાતા નથી. સામાન્ય સારવાર બાદ દર્દીને વડોદરા રિફર કરી દેવાય છે, ઘણા દર્દીઓને સમયસર યોગ્ય સરવાર ન મળવાને કારણે રસ્તામાં જ દમ તોડી દે છે, દિવસેને દિવસે મૃત્યુદર વધતો જાય છે.

હાલ રાજપીપલામાં નવી હોસ્પિટલ બની રહી છે પણ એને બનતા એક-બે વર્ષ નીકળી જશે. ત્યાં સુધી રોજ બરોજ સારવાર અને સુવિધાના અભાવે દમ તોડતા દર્દીઓને મરવા તો ન જ દેવાય. સુવિધાના અભાવે દર્દીઓ મોતને ભેટશે તો એનો જવાબદાર કોણ? આવનારા દિવસોમાં અમારી આ માંગણીઓ નહીં સંતોષાય તો અમારે ગાંધી ચીંધ્યા માર્ગે રાજપીપળા સિવિલ હોસ્પિટલની સામે ઘરણા કરવાની ફરજ પડશે.

જણાવી દઈએ કે મેડિકલ ઓફિસરની 9 જગ્યાઓ ખાલી છે તેને વધારીને 15 જગ્યાઓ કરવામાં આવે. સ્પેશિયાલિસ્ટ અને જે ગાયનેકોલોજિસ્ટ જે ફરજ બજાવે છે તેમને રેગ્યુલર નિમણૂક કરવામાં આવે. જનરલ સર્જનની 2, ફિઝિશિયનની 2, એનથેટિસ્ટ બાળરોગ નિષ્ણાંતની 2, ENTની 1 જગ્યા ખાલી છે અને રેગ્યુલર 40 સિસ્ટર સ્ટાફની જરુર છે. બાકીની આઉટ સ્ટોર્સથી ભરેલ છે. ICU ની અહિંયા કોઈ વ્યવસ્થા છે જ નહીં, 10 થી 15 બેડની વ્યવસ્થા કરવાની જરૂર છે. સીટી સ્કેન મશીન પણ નથી. વહીવટી સ્ટાફ એક છે. સિનિયર ક્લાર્ક જુનીયર ક્લાર્ક વર્ગ -4 ના કર્મચારી નથી.

હવે જોવાનું એ રહિયું કે સરપંચ પરિષદે કરેલી રજૂઆત નું નિરાકરણ લાવશે કે પછી આંદોલન કરવું પડશે સરકારના  નિર્ણયની લોકહિતનો રહશે એવી આશા.

by:ચિરાગ તડવી.