વલસાડ: ચોમાસા નજીક આવ્યાની ખબર આપતા હોય તેમ ગતરોજ વલસાડ જિલ્લાના કપરાડાના ઘોટણ ગામ અને તેની આસપાસના ગામોમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો તેથી સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
Decision Newsને સ્થાનિક સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગતરોજ સાંજના સમયે કપરાડાના ઘોટણ ગામમાં મેઘરાજાની સવારી આવી પોહચી હતી મેઘરાજા મન મુકીને વરસ્યા હતા ચારે તરફ પાણી પાણી થઇ ગયું હતું સુકાયેલા નદી નાળા પણ ભરાય ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સ્થાનિક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યાની માહિતી મળી રહી છે કપરાડાના લોકોએ મેઘરાજાની સ્વાગતમાં ગીતો પણ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મનમુકીને વરસતા મેઘરાજા જુઓ આ વિડીયોમાં..
સામાજિક ક્ષેત્રના કાર્યકર્તા દક્ષેશ ભોયાનું કહેવું છે કે ગરમીથી ત્રાસી ગયેલા ગામવાસીઓ વરસાદ આવવાના કારણે ખુબ જ ખુશ છે ગામમાં ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે ગામની સ્ત્રીઓ દ્વારા વરસાદી ગીતો ગાઈને મેઘરાજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

