હાલમાં આપણા દેશમાં કરોનાની ઝડપ ઘટી પરંતુ પરિસ્થિતિ હજુ સુધરી નથી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ હૈદરાબાદના ડિરેક્ટર પ્રો.જીવી એસ. મૂર્તિએ જણાવ્યું કે ફ્લુની જેમ કોરોના પેઢીઓ સુધી અહીં રહેશે અને દેશમાં નવેમ્બર સુધી કોરોનાની ત્રીજી લહેર આવી જશે.

પ્રોફેસર મૂર્તિએ જણાવ્યું કે જુદાજુદા રાજ્યોમાંથી ઉપલબ્ધ આંકડા પરથી જાણવા મળે છે કે જુનના અંત સુધી દક્ષિણ અને પશ્ચિમ ભારતાં કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે. તો ઉત્તર અને પૂર્વી ભારતમાં જુલાઈના મધ્ય સુધી કોરોનાના કેસોમાં ઘટાડો આવી શકે છે.

કોરોના સંક્રમણના વધુ પ્રમાણમાં ફેલાવાનું કારણ આપતા જી. વી. એસ. મૂર્તિ જણાવે છે કે મહામારી દરમિયાન રાજકીય,સામાજિક અને ધાર્મિક સબાઓને કારણે કોરોના વધારે પ્રમાણમાં ફેલાયો. તેમણે કહ્યું કે કોરોના તો અહીં ઘણા લાંબા સમય સુધી રહેવાનો છે. ફ્લુ આપણી સાથે પેઢીઓથી છે અને કોરોનાનું પણ આવું જ બનવાનું છે. કોરોના સંક્રમણ બાદ એન્ટીબોડી 3 થી 6 મહિના સુધી જ રહે છે જે પછી તે વ્યક્તિનને ફરી વાર કોરોના થયાની સંભાવના રહેતી હોય છે. કોરોનાની આગામી લહેર આવતા પાંચથી છ મહિનાનો સમય લાગશે. ત્યાં સુધીમાં રોગ પ્રતિકાર શક્તિ ખતમ થઈ જશે. જો આપણે જોખમ ઓછું કરવા માંગતા હોઈએ તો ફેબ્રુઆરી 2022 સુધી મોટી સંખ્યામાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધો ચાલુ રાખવા પડશે.