અમદાવાદ : ઇંગ્લેન્ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 125 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડે 4.3 ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચ જીતીને ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત વર્ષની પહેલી T-20 મેચ હારી ગયું છે.
ઇંગ્લેન્ડે અહીં મોદી સ્ટેડિયમમાં 66,000 થી વધુ પ્રેક્ષકોની હાજરી વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20માં ભારતને સાવ આસાનીથી 8 વિકેટે પરાજય આપ્યો હતો. રોહિત શર્મા જેવા સ્ટારને આરામ આપવાના બહાને પડતો મૂકવામાં આવતા અને કોહલી શૂન્ય રને આઉટ થતા ચાહકો ભારે નિરાશ થયા હતા.
ભારતે 125 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને મેચ જીતવા 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 124 રન કર્યા. 48 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી શ્રેયસ ઐયરે બાજી સંભાળતા પોતાના કરિયરની ત્રીજી ફિફટી મારી. તેણે 48 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 67 રન કર્યા. તે સિવાય ઋષભ પંતે 21 અને હાર્દિક પંડ્યાએ 19 રન કર્યા. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું નહીં.
ઐયરે ભારતીય ટીમના 54% રન એકલા બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ માટે જોફરા આર્ચરે 3, જયારે આદિલ રાશિદ, માર્ક વુડ, ક્રિસ જોર્ડન અને બેન સ્ટોક્સે 1-1 વિકેટ લીધી.
આમ ભારતે 20 ઓવરોમાં 7 વિકેટે 124 રન કર્યા હતા. ઇંગ્લેન્ડે 15.3 ઓવરોમાં 2 વિકેટે 130 રન સાથે ટાર્ગેટ પાર પાડયો હતો. આઇપીએલમાં ઝળકતા ભારતના રાહુલ, ધવન, પંત જેવા પણ ફલોપ રહ્યા હતા. શ્રેયસ ઐયરે 48 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 67 રન કરતા ભારત 100 રન પાર કરી શકયું તેમ લાગ્યું. ટોસ ઇંગ્લેન્ડે જીત્યો હતો.
https://twitter.com/BCCI/status/1370360728394158083?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1370360728394158083%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fsports%2Fcricket%2Fnews%2Findia-vs-england-first-t20i-at-narendra-modi-stadium-ahmedabad-live-updates-128315952.html
કોહલી શૂન્ય રને આઉટ
વિરાટ કોહલી શૂન્ય રને આદિલ રાશિદની બોલિંગમાં મીડ-ઓફ પર ક્રિસ જોર્ડન દ્વારા કેચ આઉટ થયો હતો. છેલ્લા 2 વર્ષમાં છઠ્ઠી વાર T-20માં કોહલી લેગ સ્પિનરનો શિકાર થયો છે. આજે તે પાંચ બોલ રમીને પેવેલિયન ભેગો થયો હતો.
રાહુલે નિરાશ કર્યા
લોકેશ રાહુલ 1 રને જોફરા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. આર્ચરના બોલને શરીરથી દૂર રમવા જતા રાહુલ કટ એન્ડ બોલ્ડ થયો હતો.
ઇંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર આર્ચરે 23 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ઇનિંગની પ્રથમ ઓવર લેગબ્રેક બોલર અદિલ રશિદે ફેંકી હતી. તેણે તેની બીજી ઓવરમાં જ કોહલીને 0 રને આઉટ કર્યો હતો. ભારતના બોલરો 125 રનનો ચેઝ ઇંગ્લેન્ડને કરવાનો આવ્યો ત્યારે સ્હેજ પણ પ્રભાવ ન હતા પાડી શક્યા.
હવે બીજી ટી-20 રવિવારે છે. પાંચ ટી-20ની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0 થી આગળ થયું છે.