પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં ફરી એક વાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આજે પણ ૭૦૦થી વધુ કેસ નોંધાયા છે. હાલ દિવસેને દિવસે કેસો ધીમી ગતિએ વધી રહ્યા છે. તો સામે એક્ટિવ કેસ વધીને ૪૦૦૦ને પાર થયા છે. રિકવરી રેટ ઘટીને ૯૬.૯૫ ટકા થયો છે. કુલ સંક્રમિતની સંખ્યા પણ વધીને ૨.૭૬ લાખને પાર થઈ ગઈ છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૭૧૫ કેસો આવ્યા છે અને ૨ દર્દીના મોત પણ થયા છે. રાહતની વાત છે કે ૪૯૫ દર્દીઓ સાજા થયા છે અને ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા ૨,૬૮,૧૯૬ થઈ ગઈ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક ૪૪૨૦ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૨,૭૬,૬૨૨ થઈ ગયો છે.

જિલ્લામાં કોરોના આંકડાઓની વાત કરવામાં આવે તો સુરત ૧૯૬, અમદાવાદ ૧૪૫, વડોદરા ૧૧૭, રાજકોટ ૬૯, ભાવનગર ૨૦, ગાંધીનગર ૧૮, ભરૂચ ૧૪, કચ્છ ૧૩, ખેડા – મહેસાણા – પંચમહાલ ૧૨, આણંદ – જામનગર – જૂનાગઢ ૯, મોરબી – પાટણ ૮, સાબરકાંઠા ૬, અમરેલી – અરવલ્લી – ગીર સોમનાથ – નર્મદા ૫, મહીસાગર ૪, બનાસકાંઠા – નવસારી ૩, છોટાઉદેપુર – તાપી – વલસાડ ૨, દાહોદ – દેવભૂમિ દ્વારકા ૧ નોંધાયા છે.