નવસારી: વાંસદામાં પડેલા વરસાદ બાદ કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે.વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા “આંકડા” ખીલી ઉઠયા હતો. જેના કારણે પ્રવાસીઓ ઉમટી પડયા હતા. બે દિવસ પહેલા રમણીય સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આ ધોધ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે.
વાંસદા તાલુકામાં અનેક નયનરમ્ય ધોધ આવેલા છે. જેવાં કે આંકડા ધોધ વાંગણ, માનકુનિયામાં આવેલો ધોધ વગેરે. તાલુકાના ગામોમાં આવેલા ધોધ કારણે ગામને પણ ઘણીબધી પ્રસિદ્ધિ મળતી હોય છે. અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળી રહી છે. ચોમાસામાં જયારે આવક માટેનાં સાધનોનો અભાવ વર્તાય રહ્યો છે ત્યારે આવાં ધોધ પાસે નાની-નાની દુકાનો ચલાવી લોકો રોજગારી મેળવી રહ્યા છે.
સ્થાનિક વાંસદાના છેવાડાનાં ગામ ચોરવણીમાં આવેલો છે. આ ધોધ સ્ટેપ ફોલ જેવી એટલે કે પગથિયાં જેવી રચના ધરાવે છે. આ ધોધ ઉપરા ઉપરી એમ કુલ મળીને ત્રણ ધોધ આવેલાં છે. આ ધોધ જંગલમાં આવેલો હોવાથી ત્યાં પગ રસ્તે ચાલતાં જવું પડે છે. આ ધોધ ખૂબ જ નયનરમ્ય અને આહલાદક લાગે છે.
આ ધોધને સ્થાનિક લોકો “આંકડા” કહે છે. આ ધોધની મુલાકાત લીધી ત્યારે એને ચોરકડાં નામ આપવાની ભલામણ કરી હતી. ચોરકડાં = ચોરવણી + આંકડા. જેથી કરીને એક જ નામમાં ગામ અને ધોધ બંનેના નામ આવી શકે. અને ધોધ સાથે સાથે ગામને પણ પ્રસિદ્ધિ મળી શકે. ત્યાં ના યુવાનો એ એવી ઈચ્છા વ્યકત કરી હતી કે આ ધોધનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો લોકોને રોજગારી મળી શકે. ત્યાંના સ્થાનિક લોકો પર્યાવરણની જાળવણી માટે પણ કટિબદ્ધ છે. ગામના યુવાનો જ હાલમાં ધોધને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. અને તેઓ પ્રવાસીઓ પાસે પણ આવી જ સ્વચ્છતાનો આગ્રહ રાખે છે. ખરેખર યુવાઓના આ નિર્ણય સરાહનીય છે
BY કિરણ પાડવી