વર્તમાન સમયમાં રાજ્ય સરકાર દ્વારા જે રીતે નિર્ણયો લેવાઈ રહ્યા છે અને કોરાના મહામારીના કારણે જે રીતે નોકરીઓ ખતમ થઇ રહી છે તે જોતા લાગે છે. ભાવી સમય ખુબજ વિકટ સમસ્યાનું સ્વરૂપ ધારણ કરશે. જેના લક્ષણો અત્યારે દેખાવા લાગ્યા છે. દક્ષિણ ગુજરાતના ૫૬ ટકા યુવાધન છે પ્રદેશના વિકાસમાં રીડની હડ્ડીની ભૂમિકા ભજવે છે.
દક્ષિણ ગુજરાતમાં કોરોના વાઈરસ ડિસેમ્બર મહિનામા પગ પેસારો થયો હતો, ધીરે ધીરે એનું પ્રમાણ વધતા જતા અનેક રાજ્યમાં લોક ડાઉન થતાં ૨૦૨૦માં એપ્રિલ અને મે મહિનામાં દક્ષિણ ગુજરાત બેરોજગારનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ વર્ષે કોરોના કે કે પછી સરકાર રોજગારી ભરખી ગઈ તે સમજાતું નથી. પરેશાન વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ એક રાજકીય ખેલ હોય શકે છે.
પ્રદેશમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં છે. તેમાં છતાં તેનો ઉયપોગ દરેક ક્ષેત્રે સરખો થયો નહિ તેમ કહી શકાય કારણ કે પ્રદેશ પાસે યોગ્ય તકો પૂરી પડવાની ક્ષમતા દેખાતી નથી. દરેક ક્ષેત્રમાં જો યુવાનને બેરોજગાર રાખવો હોય તો વિશ્વમાં ૭૦% ડંકોના કેમ વગાડો છો તે સમજાતું નથી.
દક્ષિણ ગુજરાતની અર્થવ્યવસ્થા તૂટે તો તેની અસર સમગ્ર ગુજરાત રાજ્ય પર થાય. Periodic Labour Force Survey Gujaratna પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં ૩.૪ ટકા યુવાનો પાસે રોજગારી નથી. જેના પાસે રોજગારી છે તેમાં જોઈએ તો વધારે પ્રમાણમાં મહીને દસ હજારની રકમ કમાતા યુવાઓ છે. જે એમની સામે આવેલી સામાજિક સમસ્યાઓથી ન્યાય આપી શકતા નથી, સમગ્ર ક્ષેત્રમાં તણાવની સ્થિતિ ઊભી થઇ રહી છે. સમાચારોમાં દરરોજ આપઘાતના કિસ્સાઓ આવી રહ્યા છે. પ્રદેશ માં ૧૦% લોકો પાસે ૭૦% કરતા નાણાકીય સંસાધનો છે. આ અસમાનતાના કારણે અનેક સમસ્યા ઉદ્ભવે છે.
આર્થિક અસમાનતાના કારણે યુવાનો પાસે કામના હોય તેનાથી “ ખાલી દિમાગ શેતાન કા ઘર “ કહેવત પ્રમાણે હિંસક પ્રવૃત્તિ, આંદોલનો, તોડફોડ, અસામાજિક, રાષ્ટ્ર વિરુધની પ્રવૃત્તિ તરફ વળે છે. જેથી આખરે રાષ્ટ્રને જ નુકશાન ભોગવવું પડે છે. રોજગારી વધારવા માટે અર્થ વ્યવસ્થા જળવાઈ રહે તેના યોગ્ય ઉપાયો સરકાર તરફથી થવા જોઈએ. પરતું જયારે પણ ખેડૂતોની સમસ્યાઓ અને શિક્ષિત યુવાનોની બેકારી કે રોજગારીની વાત આવે સરકાર અન્ય બહાના બનાવીને કે અન્ય મુદ્દાનો વિવાદ ઉભો કરીને વાતો ટાળી દે છે એવો આરોપ વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. આ અંગે સરકારે હવે તો કોઈ ટકાઉ ધ્યેયો નક્કી કરવા જ રહ્યા અને તે માટે સરકારી વ્યવસ્થામાં બેઠલા જવાબદાર વ્યક્તિઓએ યોગ્ય નિર્ણય કરવો જ પડશે.