નવસારી: સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે આજે નવસારીના વાંસદા તાલુકામાં વાંસદા બેઠક પરથી ભાજપ તરફથી શિવેન્દ્રસિંહ સોલંકી, કોંગ્રેસ પક્ષ તરફથી બારતાડ બેઠક પરથી પીપલખેડ ગામમાંથી જિલ્લા પંચાયતની માહલા ભગવતીબેન દિનેશભાઈએ અને ચુંટણીમાં પહેલા દાવેદારી રહેલી ભારતીય ટ્રાયબલ પાર્ટી તરફથી મહેન્દ્રભાઈ ગંજુભાઈ ગઠેર ખાટાઆંબા બેઠક પરથી ફોર્મ ભર્યા હતા.
આજે સવારે ૧૦:૦૦ વાગ્યાની આસપાસ ભાજપ તરફથી વાંસદાના શાહી પરિવારના વંશજ શિવેન્દ્રસિંહ સોલંકીએ તરફથી જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિ અનુસાર તેમના સમર્થકો સાથે રેલી યોજી વાંસદા વાંસદા મામલતદાર કચેરી ખાતે નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને ઉમેદવારી નોંધાવી હતી
જ્યારે બપોરે ૨:૦૦ની આસપાસ ભગવતી માહલાએ કોંગેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી તેઓ ઉમેદવારી નોંધાવતા પહેલા વાંસદાના કુંકણા સમાજના હોલ પર તેમનું સમાજના આગેવાનો અને કોંગ્રસના આગેવાનો દ્વારા હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આદિવાસી સંસ્કૃતિ અને નૃત્ય કરતા તેમના સમર્થકો સાથે વાંસદા મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. ભગવતી માહલા જોડે આજુ બાજુના વોર્ડમાં આવતા ગામોના સમર્થકો મોટી ઉમટ્યાં હતા. જ્યારે તેમને આદિવાસી સમાજના આગેવાનોએ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પહેલીવાર ભાગ લઇ રહેલી ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રભાઈ ગંજુભાઈ ગઠેર ખાટાઆંબા બેઠક પરથી પોતાના સમર્થકો સાથે આવીને ૩:૦૦ની આજુબાજુ તાલુકા પંચાયતમાં પોતાના ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જામેલા સ્થાનિક સ્વરાજની ચુંટણીના જંગમાં કયા પક્ષ અને કયા ઉમેદવારની વિજય પતાકા લહેરાશે એનો નિર્ણય લોકો આવનારા સમયમાં નક્કી કરશે