વલસાડ : ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામના ગોબલ ફળિયામાં મુકેશભાઈ ઘરે આજે ૪:૦૦ વાગ્યાની આસપાસ અચાનક આગની જવાળા ફાટી નીકળી અને આખું ઘર બળીને ખાક થઇ ગયાની ઘટના સામે આવી રહી છે.
સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે આંબા તલાટના ગામના ગોબલ ફળિયામાં રહેતા મુકેશભાઈના ઘરે શોર્ટ સર્કીટ થવાના કારણે ઘરમાં અચાનક આગ લાગી જવાની ઘટના બની હતી જેમાં ઘરવખરીનું સામાન જેમ કે બળીને ખાક થયાની જાણકારી મળી રહી છે આગ લાગ્યાની ખબર પડતાની સાથે જ ગામના યુવાનો દ્વારા મોટરના પાણી દ્વારા છંટકાવ કરી આગને કાબુમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આગ કાબમાં આવે તે પહેલા ઘરમાં રહેલી વસ્તુઓ આગમાં હોમાઈ ચુકી હતી રાહતની વાત છે કે કોઈ જાનહાની થવા પામી નથી.
ફાયર બ્રિગેડના જાણ કરવામાં આવી હતી પણ ગામના લોકોના સહયારા પ્રયત્નોથી આગને કાબુમાં લઇ લેવાઈ છે ભયનો માહોલ સર્જાયા પછી આગ ઠરતા હવે કુટુંબીજનોએ રાહતનો શ્વાસ લીધો છે ગામના લોકોએ આગને મોટુ સ્વરૂપ ધારણ કરતા મોટી જાનહાની રોકી લીધી એમ કહી શકાય.