ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંકને ક્યાંક મેદાનમાં નજરે પડી રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી કેજરીવાલ વિકાસ મોડેલ આગળ ધરીને જ આપ ઝાડુના નિશાન પર ચૂંટણીમાં મેદાને ઉતરશે.
વાંસદા તાલુકાના લીમઝર ગામે જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ મુલાકાતે પહોંચ્યા હતા જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં આમ આદમી પાર્ટી રાજ્યમાં નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશનની તમામ બેઠકો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી જીતની ગણતરી સાથે મેદાને ઉતરી છે. જેમાં વિવિધ રાજકીય પક્ષો એ માત્ર પ્રજાને વચનો જ આપ્યા છે કોઈ કામગીરી કરી નથી જેમાં વ્યવસ્થા પરિવર્તનના ધ્યયે સાથે આમ આદમી ચૂંટણી લડી રહી છે. જેમાં આ સમગ્ર વ્યવસ્થા પરિવર્તન માં પ્રજા આમ આદમી પાર્ટીને સહયોગી બનવા ગ્રામજનો ને અપીલ કરી હતી.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ચંદ્રકાન્ત રાણાએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. જેમાં રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. આ વખતે રાજ્યમાં ચૂંટણી લડવા માટે આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. જેમાં આપ દ્વારા સ્થાનિક રાજ્યની ચૂંટણીમાં આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ચૂંટણી લડવા માટે વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં શિક્ષિત યુવાન ઉમેદવારોની પસંદગી કરીને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.
કેજરીવાલના દિલ્હીના વિકાસ મોડેલ પ્રજા સમક્ષ ધરીને ચૂંટણી લડવાની તૈયારી કરી છે જેમાં પ્રજાને ડોર ટુ ડોર સમજણ આપી આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં શાસન કરી રહી છે. કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી મોડલ દેશ અને દુનિયાભરમાં ઉભરી આવ્યું છે. હવે ગુજરાતમાં પણ પક્ષને વધુ મજબુત બનાવાની જરૂર છે. દિલ્હીના વિકાસ મોડેલથી લોકોના આત્મ વિશ્વાસમાં વધારો થયો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજ્યમાં હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંકને ક્યાંક મેદાનમાં નજરે પડી રહી છે.
આમ આદમી પાર્ટીના સ્થાનિક ઉમેદવાર ચૂંટણીના મહત્વના સમયે આશા છે કે, ઉમેદવારો પક્ષને વધુ મજબુત કરવા અને રાજ્યમાં આમ આદમી પાર્ટીને જનતાનો વિકલ્પ બનાવવા માટે સખત મહેનત કરશે. આ મિટિંગમાં પ્રમુખ ચંદ્રકાન્ત રાણા ઉપપ્રમુખ વસીમ જાવેદ પાનવાલા પિંકેસ પટેલ નવસારી નગરપાલિકા વોર્ડનં-૫ના ઉમેદવાર વાંસદા તાલુકા નિરીક્ષક જમ્મુ ભાઈ પટેલ જિલ્લા પં ઉમેદવાર અંકિત પવાર નરોત્તમ ભાઈ પટેલ વાંસદા પ્રમુખ જયેશભાઈ પટેલ વાંસદા મહામંત્રી ધીરુ ભાઈ પટેલ સહિત લીમઝર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.