ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી જાહેર કરવામાં આવી છે. દરેક જીલ્લમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે, ત્યારે ડાંગ સ્થાનિક સ્વરાજની ચુંટણીના જાહેરનામાં બાદ જિલ્લામાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગની ફરિયાદ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ડાંગ કલેક્ટર સહિત ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યુ છે કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થઈ ગયુ છે, તેમ છતાં જિલ્લામાં અમુક સ્થળોએ હજુ સુધી પોસ્ટર, હોર્ડિંગ્સ, ધ્વજ, બાંકડા પર નામો દૂર થયા નથી.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજની ચુંટણીની જાહેરાત બાદ આજ દિન સુધીમાં ડાંગ જિલ્લા ચુંટણી પંચ થતા તેમના અંદરમાં આવતી તમામ શાખાઓના જવાબદાર ચુંટણી અધિકારીઓ દ્વારા આચાર સંહિતાનું પાલન કરવામાં પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવી હોય તો જવાબદાર તમામા અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જવાબદાર લોકો પર કાર્યવાહી કરશે કે નહિ.!!