દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની ખેલ પ્રતિસ્પર્ધાઓમાં કપરાડા તાલુકાના કરચોંડ ગામે યોજાઇ ગયેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે બકરાં અને મરઘાં આપવામાં આવ્યા હતા
૧૨મી જાન્યુઆરી-૨૧એ યોજાયેલી આ નાઇટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા ઇનામ સ્વરૂપે મૂંગા પશુ-પક્ષી આપવાની કરાયેલી આ ચેષ્ટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વિવાદ સર્જાયો હતો. વલસાડ જિલ્લા કલેકટરે સમગ્ર ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
હાલની પરિસ્થિતિ જોતા વલસાડ જિલ્લામાં જાહેરમાં રમાતી ક્રિકેટ-વોલીબોલ સહિતની રમતોની ટુર્નામેન્ટોના આયોજન માટે અગાઉથી સક્ષમ અધિકારીની મંજૂરી લેવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું છે. બર્ડ ફ્લૂના ડર વચ્ચે કરચોડ ગામના સીમ ફળિયાના ટુર્નામેન્ટના આયોજકો યોગેશ એસ. ભોયા, ભાવેશ ભોયા, કિરણ ભોયા અને શૈલેષ ભોયા નામના ઇસમોએ ૧૨-૦૧-૨૧ના રોજ રાત્રે ૮-૩૦ કલાકે આ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી.
કપરાડામાં યોજાયેલી આ વોલીબોલ ટુર્નામેન્ટને વિવાદ સર્જાવા પાછળનું કારણ એ છે કે, વિજેતા ટીમોને, પ્રથમ ઇનામ રૂ. ૫૦૧ સાથે ૧ બકરો, બીજું ઇનામ રૂ. ૩૦૧ સાથે ૬ મરઘાં અને ત્રીજું ઇનામ ૧૫૧ રૂ. સાથે ૧ મરઘો આપવાની નોંધ ટીમોને આમંત્રણ પત્રિકામાં આપવામાં આવી હતી
આવનારા સમયમાં સમાજમાં આવી ટુર્નામેન્ટ યોજાવવી જોઈએ કે નહિ ? એનો નિર્ણય જનમત પર…