વર્તમાન સમયમાં ગુજરાતમાં 5.12 લાખ પરિવારો એવાં છે કે જેમના રેશનકાર્ડ સાઇલન્ટ કરી દેવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી મોટા પ્રમાણમાં લોકોને રાશન લીધું નહીં હોવાથી તેમને હવે ફરીથી નવા રેશનકાર્ડ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવી પડી છે.
ગુજરાત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલ પર અપલોડ કરેલા નવા આંકડા પ્રમાણે ગુજરાતમાં કેટલાક પરિવારોના રેશનકાર્ડ સાઇલન્ટ થયા હોવાથી તેણે લિસ્ટ માંથી કાઢી નાખવામાં આવ્યા છે આવા સમયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમની જોગવાઇનો ભંગ થયાનું કહી શકાય છે. એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે જો કોઇ રેશનકાર્ડ ધારક ત્રણ મહિના સુધી રાશન લેતો નથી તો તે કાર્ડને સાઇલન્ટ નામની કેટેગરીમાં મૂકવામાં આવે છે. અને આ પરિવારને નવું કાર્ડ લેવું પડે છે જે પ્રક્રિયા ખર્ચાળ અને કંટાળાજનક બનતી હોય છે.
મળતી માહિતી પ્રમાણે ગરીબ અંત્યોદય પરિવારના સૌથી વધુ ગરીબ એવાં ૧૮૦૦૦ પરિવારો સહિત ૧.૬૧ લાખ પરિવારોને બાકાત રાખવામાં આવ્યા છે. આ પરિવારમાં શારીરિક મુશ્કેલી છે. દિવ્યાંગ છે. વૃદ્ધ અને ગંભીર રીતે બિમાર છે. કેટલીક વિધવાઓ તેમજ એકલવાયુ જીવન જીવતી મહિલાઓ પણ સામેલ છે. રાજ્યના ૩૩ જિલ્લા પૈકી ૨૪ જિલ્લામાં ૩.૬૧ લાખ રેશનકાર્ડ ધારકોને છેલ્લા પાંચ વર્ષથી સાઇલન્ટ કેટેગરીમાં મૂકવામાં આવેલા છે. એટલે કે કુલ પાંચ લાખ કરતાં વધુ પરિવારોને રેશનકાર્ડથી રાશન મળતું નથી.
દેશમાં પ્રતિ મહિને ૩.૮૨ કરોડ લોકો માટે રાશનનું વિતરણ કરે છે જે પ્રમાણે ૩.૪૨ કરોડ પરિવારોને રાશન મળે છે. બાકીના લોકોને રાશન મળતું નથી, કારણ કે તેમના રેશનકાર્ડ સાઇલન્ટ થઇ ગયા છે. ગુજરાતમાં એવા ૨૦ લાખ કાર્ડ છે કે જેમની પાસે આધાર કાર્ડ નથી તેથી તેઓને સબસીડીવાળું રાશન મેળવવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.
સરકારે લીધેલા આ નિર્ણય સામે રાશનકાર્ડ ધારકોનું જનમત આવનારા સમયમાં શું આવશે એ જોવું રસપ્રદ બની રહશે