વાંસદા: વાંસદા તાલુકાના મનપુર ગામના વડલી ફળિયા ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે એક પ્રેરણાદાયી પહેલ જોવા મળી હતી. વાંસદા પોલીસ સ્ટેશનના PI કિરણ પાડવી દ્વારા આ વિસ્તારના બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમની સાથે દિવાળીના આનંદની ક્ષણો વહેંચવાના હેતુથી આ નાનકડા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને ફટાકડા ભેટ આપીને તેમની દિવાળીની ખુશીઓમાં સહભાગી બન્યા હતા. PI કિરણ પાડવીના આ ઉમદા અભિગમને કારણે બાળકોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ટ્રેકર દિવ્યેશભાઈ નરોત્તમ ગાયકવાડ, નરેશ ગાયકવાડ તેમજ ગામના આગેવાનો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ઉત્સાહી બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવાળીના પર્વને માત્ર ઉજવણી પૂરતું સીમિત ન રાખતાં સમાજના દરેક વર્ગના લોકો સાથે ખુશીઓ વહેંચવાનો અને બાળકોના જીવનમાં આનંદની પળો ઉમેરવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય રહ્યો હતો. સેવા, સંવેદના અને સામાજિક સહભાગિતાની આ ભાવના સાથે સૌની ઉપસ્થિતિમાં આ વર્ષની દિવાળીની ઉજવણી યાદગાર બની રહી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here