વાંસદા: વાંસદા તાલુકામાં આંકડા અને જુગારના ધામોને કારણે સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતાં સ્થાનિકોનો આરોપ છે કે વાંસદામાં આંકડા જુગારના પાંચેક જેટલા મુખ્ય આકાઓ ખુલ્લેઆમ ફરીને પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે, છતાં પોલીસ કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી. આ નિષ્ક્રિયતાને કારણે વાંસદા પોલીસ પરથી લોકોનો ભરોસો અને વિશ્વાસ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે.
બીટ જમાદારો અને D Staff ની હપ્તાખોરીની લોકોમાં ચર્ચા: વિસ્તારમાં ચાલતા આંકડાના જુગાર અંગે પોલીસ અજાણ છે કે પછી હપ્તા ઉઘરાવીને જુગાર રમાડવાની પરવાનગી આપવામાં આવી રહી છે, તેવા સવાલ પ્રજાજનો પૂછી રહ્યા છે. લોકોનું કહેવું છે કે બીટ જમાદાર સહિતના સ્થાનિક પોલીસ કર્મચારીઓના રક્ષણ અને પોષણ હેઠળ જ આ ગેરકાયદેસર આંકડા જુગારની પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી છે. વાંસદામાં આંકડા-જુગારના આકાઓ પ્રત્યે પોલીસ તંત્રના બીટ જમાદાર અને D Staff ની નિષ્ક્રિયતા વધતાં લોકોને હવે વિશ્વાસ રહ્યો નથી માટે હવે લોકોએ IG પ્રેમ વીર સિંહજી એક્શન લે તેવી માંગ કરી રહ્યા છે
IG રેન્જ સર સુરત પાસે કડક એક્શનની માંગણીઓ: આંકડાના અડ્ડા ચલાવતા આકાઓ અને તેમને પ્રોત્સાહન આપતા બીટ જમાદાર તથા જવાબદાર D Staff પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સુરત આઈજી પ્રેમ વીર સિંહજી તાત્કાલિક કડક પગલાં ભરે. જો પોલીસ વિભાગ દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ નહીં લગાવવામાં આવે, તો નાછૂટકે સ્થાનિક લોકોએ જાતે જ જનતા રેડ કરવાની ફરજ પડશે. જનતા રેડ બાદ જો વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસશે, તો તેની સંપૂર્ણ જવાબદારી વાંસદા પોલીસ વિભાગની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.











