વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આંકડાનો જુગાર ધમધમી રહ્યો હોવાનો સન્સનીખેજ ખુલાસો થયો છે. સ્થાનિક લોકો દ્વારા ‘DECISION NEWS’ ને આપવામાં આવેલી ચોંકાવનારી માહિતી મુજબ, તાલુકાના અંતરિયાળ અને મુખ્ય ગામડાઓમાં જુગારનું દૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે, જેના કારણે હજારો આદિવાસી પરિવારો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છે.

લોકોએ આપેલી માહિતી અનુસાર, વાંસદા તાલુકાના ઉનાઈ, મોટી વાલઝર, કંડોલપાડા, મહુવાસ, ઉપસળ, લિમઝર, ખાંભલા, ચારણવાડા, કુકડા, ખડકીયા, ખાટાઆંબા, ખાનપુર, ઘોડમાળ, ચિકટીયા, ચોંઢા, ચોરવણી, વાંસકુઈ, વાંગણ, અંકલાછ અને બારતાડ જેવા ગામોમાં આંકડાનો જુગાર ખુલ્લેઆમ રમાઈ રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે જુગાર રમાડતા અસામાજિક તત્વો ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને નિયમિત હપ્તા આપીને બેફામ બન્યા છે. ગેરકાયદે કમાણીથી જુગારના આકાઓ મોંઘી કારો ખરીદીને મોજશોખ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ગરીબ આદિવાસી સમાજ પાયમાલ થઈ રહ્યો છે.

તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને સુરત ગ્રામ્ય વિસ્તારના રેન્જ આઈજી પ્રેમ વીર સિંહ પાસે  સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોની માંગ છે કે જો પોલીસ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરીને આ દૂષણને નાથવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાં ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો જોવા મળી શકે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here