ધરમપુર: ધરમપુર હાથીખાના વિસ્તારમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા રિક્ષાચાલકોને અવારનવાર નડતી મુશ્કેલીઓ અને પજવણી અંગે આજે પી.આઈ. (PI) શ્રીને રૂબરૂ મળીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ બેઠક દરમિયાન પોલીસ અધિકારીએ રિક્ષાચાલકો સાથે સીધો સંવાદ સાધી રસ્તા પર યોગ્ય રીતે વાહન પાર્ક કરવા તથા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે રીતે રિક્ષા મૂકવા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, “રિક્ષાચાલકો મહેનત કરીને રોજીરોટી કમાય છે.

તેમને પડતી મુશ્કેલીઓના કાયમી નિરાકરણ માટે આગામી તાલુકા સંકલન સમિતિની બેઠકમાં આ બાબતને અગ્રતાક્રમે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં રિક્ષાચાલકો એકત્ર થઈને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને પણ સ્થાનિક સમસ્યાઓ અંગે લેખિત રજૂઆત કરશે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here