નવસારી: ડૉ. જિતેન્દ્ર મીણા દ્વારા લખાયેલું નવું પુસ્તક ‘સંવિધાન સભામાં આદિવાસી’ તાજેતરમાં પ્રકાશિત થતાં આદિવાસી સમાજમાં ભારે હર્ષ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. ભારતીય બંધારણના નિર્માણ અને સંવિધાન સભાની ચર્ચાઓમાં આદિવાસી સમુદાયના યોગદાન પર પ્રકાશ પાડતા આ પુસ્તકને આવકારીને આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા લેખકને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

સાહિત્યિક અને સામાજિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, આ પુસ્તક નિશ્ચિત રીતે આદિવાસી સમાજના ઈતિહાસ લેખનની દિશામાં એક મહત્ત્વનો ‘મીલનો પથ્થર’ સાબિત થશે. દેશના બંધારણ ઘડતરમાં આદિવાસી નેતાઓ અને પ્રતિનિધિઓની શું ભૂમિકા હતી, તેમના હક્કો અને સંસ્કૃતિના રક્ષણ માટે કયા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તે તમામ પાસાંઓને આ પુસ્તકમાં વણી લેવામાં આવ્યા છે.

આ પુસ્તક આદિવાસી ઈતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ પરંતુ અણસ્પર્શ્યા પાસાથી વાચકોને રૂબરૂ કરાવશે. સંવિધાન સભામાં આદિવાસીઓના અધિકારો અને તેમના રક્ષણ અંગે થયેલી ઐતિહાસિક ચર્ચાઓને સરળ અને રોચક રીતે રજૂ કરતું આ પુસ્તક આવનારી પેઢીઓ, સંશોધકો અને વાચકો માટે માર્ગદર્શક બની રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here