દક્ષિણ ગુજરાત: આદિવાસી નેતા છોટુદાદા વસાવાએ જન્મદિવસે આદિવાસી સમાજને જમીન અધિકારોના રક્ષણ માટે સતર્ક રહેવાનું અને સંઘર્ષ કરવા આહ્વાન આપ્યું છે. તેમણે ભૂતકાળમાં પોતાના સંઘર્ષ અને યોગદાનની યાદ અપાવતાં વર્તમાનમાં વધતા જમીન શોષણની ચિંતા વ્યક્ત કરી છે.

છોટુદાદા વસાવાએ જણાવ્યું કે તેમણે સાગબારા, સેલંબા અને ડાંગ વિસ્તારમાં હજારો એકર જમીન આદિવાસીઓને પોતે ઉભા રહીને ખેડાવી આપી હતી અને સનદ પણ અપાવી હતી. અનેક આદિવાસીઓને 2, 5 કે 10 એકર જમીન મેળવીને સ્વાવલંબી જીવન જીવવાની તક આપી હતી. તેમણે કહ્યું, “કોનામાં તાકાત હોય તે આદિવાસી સમાજના માલિકોને જમીન ખેડતા રોકી શકે એવો હુંકાર છે.” તેમણે શાહુકારો, જમીનદારો, દીકુઓ અને સરકાર સામે જીવન જોખમે લડત ચલાવીને આદિવાસીઓને સ્વાભિમાનપૂર્વક જીવવાનું શિક્ષણ આપ્યું હોવાનું પણ યાદ અપાવ્યું.

છોટુદાદા અને તેમના પુત્ર મહેશભાઈ વસાવા (પૂર્વ MLA)ના નેતૃત્વમાં વાલિયા અને ઝઘડિયાના 18થી વધુ ગામોને લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટમાંથી બચાવવામાં આવ્યા હતા. આદિવાસીઓના હિતમાં તેમણે મજબૂત લડત આપી હતી. ડેડીયાપાડાના ઈકો સેન્સિટિવ ઝોનમાં 121 ગામોના આદિવાસી ખેડૂતોના 7/12 રેકોર્ડમાંથી નામ કાઢીને ઈકો સેન્સિટિવ ઝોનમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા. મહેશભાઈ વસાવાએ છોટુદાદાના માર્ગદર્શન હેઠળ PIL દાખલ કરીને ફરી ખેડૂતોના નામ 7/12માં પુનઃસ્થાપિત કરાવ્યા હતા.

છોટુદાદાએ જણાવ્યું કે જો સમયસર સંઘર્ષ નહીં કરવામાં આવે તો આખા ગુજરાતમાં આદિવાસી વિસ્તારોની જમીનો ધીરે ધીરે ખોંચવામાં આવશે.“પોતાના અધિકારો માટે છોટુદાદાના નેતૃત્વમાં એક થઈને લડો. અભિમાનમાં રહેવાને બદલે સ્વાભિમાન જાળવીને સંઘર્ષ કરો, પરિણામ અલગ આવશે.”


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here