કપરાડા: વિદ્યાર્થીઓના સુદ્રઢ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત ભવિષ્યને ધ્યાનમાં રાખીને કપરાડા તાલુકાની સરકારી માધ્યમિક શાળા, વાવર ખાતે વિશેષ આરોગ્ય તપાસ અને રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને ધનુર (Tetanus) નિવારક રસી આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની વિશેષ આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. શાળા પરિવારે આરોગ્ય વિભાગની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “વિદ્યાર્થીઓના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્ય માટે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર આરોગ્ય વિભાગની ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ.” સરકારી માધ્યમિક શાળા વાવરનું લક્ષ્ય હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પણ જતન કરવાનું છે.

આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને રોગપ્રતિકારક શક્તિ વધારવા સાથે જાગૃતિ પણ વ્યાપક બનાવે છે. આ પહેલને સ્થાનિક લોકો અને વાલીઓએ પણ ખૂબ સારી પ્રતિસાદ આપ્યો છે. આવા કાર્યક્રમો વિસ્તારના અન્ય શાળાઓમાં પણ વધુ વેગથી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here