કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નિલોશી હટીમાં Helping Hand Bankers Group, સુરત દ્વારા એક સરસ પ્રવૃત્તિ કરવામાં આવી છે. અનાથ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને બે જોડી યુનિફોર્મ તથા શૈક્ષણિક કીટ આપીને તેમને શાળા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને નિયમિત શાળાએ આવવા માટે પ્રેરિત કરવાનો અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો છે. સહકાર અને સેવાભાવનાની મનોવૃત્તિ સાથે આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે Helping Hand Bankers Group તરફથી શ્રી કેતન પટેલ, શ્રી હિમેશ ગાંવિત, શ્રી વિરાંગ પટેલ, શ્રી મેહુલ પટેલ, શ્રી વિપુલ ગામિત, શ્રી જયેશ વસાવા, શ્રી મંથન સોલંકી, શ્રી મિતુલ પટેલ, શ્રી હિતેશ વિરાશ, શ્રી નિલય ગરાસિયા, અંકુર પંચાલ અને માર્શ ગ્રુપના શ્રી જીતુભાઈ સહિત અન્ય સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના શિક્ષકોએ અથાગ પ્રયત્નો કરીને બાળકોને નિયમિત હાજરી અને અભ્યાસ તરફ પ્રેરિત કર્યા છે. આ મદદના કારણે ગ્રામજનો અને વાલીઓમાં ખૂબ જ આનંદ લાગણી જોવા મળી હતી. Helping Hand Bankers Groupના સભ્યોએ જણાવ્યું કે, “અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકોનું શિક્ષણ તેમનું ભવિષ્ય ઘડી શકે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તે જ અમારો સંકલ્પ છે.”











