ગુજરાત: હાલમાં વસ્તી ગણતરીમાં માતૃભાષાના ખાનામાં પોતાની આદિવાસી બોલી/ભાષા લખાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ અનુસૂચિત જનજાતિ (ST) જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે પણ સચેતતાની અપીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારના તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના જાહેરનામા મુજબ, અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે નમૂનો “ઘ” નું ફોર્મ ભરવાનું રહે છે. આ ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની સલાહ આપવામાં આવી છે.
આદિવાસી સમાજની ઓળખ
વર્તમાન સમયમાં આદિવાસી સમાજના લોકો આદિવાસી ઓળખ છોડીને વનવાસી કે હિંદુ ખ્રિસ્તી સનાતની કે મુસ્લિમ બની ગયા છે. તેમણે ફોર્મ “ઘ”માં પોતાની મૂળ જાતિ, માતૃભાષા અને સામાજિક ઓળખ વિશે શું લખવું તેમના માટે હિતાવહ છે પોતે નક્કી કરવાનું છે. દમયંતીબેન ચૌધરી
ચેતવણી: જો ફોર્મમાં અસ્પષ્ટ અથવા ખોટી માહિતી આપવામાં આવશે તો જાતિ પ્રમાણપત્ર ખરાઈમાં રદ થઈ શકે છે. આની અસર માત્ર વ્યક્તિ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આખી પેઢીના પ્રમાણપત્રો પર અસર પડી શકે છે. આદિવાસી સંગઠનો અને જાગૃતિ અભિયાનો ચલાવતા કાર્યકરોનું કહેવું છે કે:
• વસ્તી ગણતરીમાં માતૃભાષા કૉલમમાં પોતાની આદિવાસી ભાષા જ લખાવવી.
• જાતિ પ્રમાણપત્ર ખરાઈના સમયે ફોર્મ “ઘ”માં મૂળ આદિવાસી ઓળખ સ્પષ્ટપણે દર્શાવવી.
• આમ કરવાથી જ સમાજના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક અધિકારો જળવાઈ રહેશે.











