ગુજરાત: દાહોદના લીમખેડા RFO દ્વારા મીડિયા સાથે કથિત અભદ્ર વર્તન અને ધમકી આપવાના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ સાપુતારા વિસ્તારમાં આદિવાસી જમીન પર કથિત ગેરકાયદે ટેન્ટ રિસોર્ટ અંગે પણ અહેવાલો પ્રકાશિત થયા છે.

આવા અહેવાલોને કારણે સામાન્ય લોકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું કેટલાક અધિકારીઓ ગરીબ અને આદિવાસી પરિવારો પર જ રોફ જમાવે છે? શું ગેરરીતિઓ સામે કાર્યવાહી કરતાં તેને દબાવવાનો પ્રયાસ થાય છે? ડેડીયાપાડાના ગરીબ ખેડૂતના ખેતરમાં વન વિભાગ દ્વારા કપાસનો નાશ કરાયો હોવાનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવાએ ખેડૂતને થયેલા નુકસાન માટે અંદાજે ₹60,000 વળતર અપાવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ જ ₹60,000ની રકમને ખંડણીના કેસ સાથે જોડવામાં આવી અને હાલમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો આવ્યો છે. આ કેસ હવે કાનૂની પ્રક્રિયામાં છે અને આગળના તબક્કામાં તેની વધુ સમીક્ષા થવાની છે. જો ખરેખર વન વિભાગમાં ક્યાંક ગેરરીતિઓ થઈ રહી હોય, તો તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કાયદો ગરીબ, આદિવાસી અને સરકારી અધિકારી સૌ માટે સમાન હોવો જોઈએ. પારદર્શિતા અને જવાબદારી જ લોકશાહીનું બળ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here