ધરમપુર: ગતરોજ ધરમપુરના ફલધરા, વઘદરડા, કોસમકુવા, દુલસાડ, ભૂતસર અને પંગારબારી શાળાઓના 1014 વિદ્યાર્થીઓને નોટબુક, દફતર તથા અન્ય શૈક્ષણિક સામગ્રી વિતરિત કરવાનો ઉત્સાહભર્યો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે 7 લાખથી વધુના આર્થિક યોગદાન દ્વારા બાળકોના શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે.
ફલધરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિકો અને સહભાગીઓએ દેશપ્રેમ, સંસ્કાર અને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. બાળકોની ઉત્સાહભરી ભાગીદારીએ સમગ્ર વાતાવરણને પ્રસન્નતાથી ભરી દીધું હતું. આ સમગ્ર કાર્યનો શ્રેય સમાજહિત અને રાષ્ટ્રહિતની ભાવનાથી નિઃસ્વાર્થ સહયોગ આપનાર તમામ ગુપ્ત દાતાશ્રીઓ, આર્થિકભાઈ પરમાર તથા શાળાના ગુરુજનોને જાય છે. આવા સહકાર અને સમર્પણથી જ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બની શકે છે.

આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા આભાર વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું કે, “આપ સૌના સહકાર, વિશ્વાસ અને સમર્પણ બદલ હૃદયપૂર્વક આભાર.” આવા કાર્યો સમાજમાં સકારાત્મક પ્રેરણા પૂરી પાડે છે અને બાળકોના શિક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.











