ખેરગામ:  ગતરોજ  ખેરગામ તાલુકાના પાણીખડક ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામવાસીઓ સાથે ગામઠી અંદાજમાં દેશી ભોજનનો આનંદ માણ્યો. આ પ્રસંગે ગામની સરળ, ભાવભરી અને પારિવારિક વાતાવરણમાં મુખ્યમંત્રીએ ગુજરાતના ગ્રામીણ જીવનની મીઠાશ અને સંસ્કૃતિને નજીકથી અનુભવી હતી.

ગ્રામવાસીઓએ મુખ્યમંત્રીનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગામની પરંપરાગત વાનગીઓ અને સ્નેહી વાતાવરણમાં બધાએ સાથે બેસીને ભોજન કર્યું. હતું બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “એ ગામઠી અંદાજ.. એ દેશી ભોજન.. એ ભાવભરી પરોણાગત.. એ પારિવારિક ભાવના.. એ મીઠા માનવી.. ગુજરાતના ગ્રામીણ જગતની વાત કંઈક ઓર છે.”

આવા કાર્યક્રમો શહેરી અને ગ્રામીણ વિસ્તાર વચ્ચેના સેતુને મજબૂત બનાવે છે અને લોકો સાથેના સીધા સંપર્કને વધુ ગાઢો બનાવે છે. મુખ્યમંત્રીની આ મુલાકાતે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની સરળતા, સંસ્કાર અને માનવીય ગુણોને વધુ ઉજાગર કર્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here