વઘઈ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરત દ્વારા જાહેર થયેલા પરિણામ મુજબ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કુકડનખીગામે ચાલતી એસ. એસ. માહલા કોલેજમાં ચાલતા BRS(NEP) Sem-2  નું March-April 2026ની પરીક્ષામાં 100% પરિણામ આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ બાગાયત’-1 માં ગામીત અનિશભાઇ શાંતિલાલભાઈ , ‘એગ્રોનોમી’ (કૃષિ વિજ્ઞાન) મેજર-2 114 મા – માહલા મિત્તલબેન કાંતિભાઈ,  ‘બાગાયત’ મેજર-2-115 માં – ગામીત અનિશભાઇ શાંતિલાલભાઈ , ‘ગ્રામ વિસ્તરણ’ માં  -માહલા મિત્તલબેન કાંતિભાઈ , ‘પાંધીવાદી વિચારોના સિદ્ધાંતો’માં  પવાર દક્ષાબેન મનેશભાઈ  અને ‘હિન્દી પ્રાવિણ્ય અને જીવન કૌશલ્ય’ વિષયમાં -માહલા મિત્તલબેન કાંતિભાઈ એ જે તે વિષયો મુજબ તે વિષયમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરવા બદલ કોલેજના સંચાલક શ્યામભાઈ માહલા અને આચાર્ય ડો. કલ્પનાબેન બાગુલ એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને કે શુભેચ્છાઓ પાઠવ્યા હતાં.

ગયા સેમેસ્ટર -1,3,5 માં જેમ કોલેજના 3 વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોમાં યુનિવર્સિટી ખાતે સૌથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા હતાં. એમ આ વખતે પણ 6 જેટલા વિષયોમા એસ.એસ. માહલા કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કક્ષાએ સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here