ગરુડેશ્વર: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મથકેથી 1 કિલોમીટર દૂર અક્તેશ્વર ચોકડી પાસે આવેલ “નર્મદા મોટર્સ” શોરૂમમાંથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ફાઈનાન્સ પર લીધા બાદ તમામ 29 હપ્તા સમયસર ચૂકવી દેવા છતાં NOC (No Objection Certificate) ન આપતા સ્થાનિક આદિવાસી ગ્રાહકએ ગ્રાહકસુરક્ષ અને જિલ્લા વહીવટી તંત સુધી ફરિયાદ કરશે..
રમણ તડવીએ જણાવ્યું કે, તેમણે ગરુડેશ્વર નજીક અક્તેશ્વર ચોકડી પાસે આવેલ નર્મદા મોટર્સ શોરૂમમાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલ શો રૂમ દ્વારા હીરો ફિનકોર્પ ફાઈનાન્સ કરાવી વાહન આપ્યું હતું. જેના તમામ હપ્તા 9 સપ્ટેમ્બર 2025ના રોજ કુલ 29 હપ્તા પૂરા કરીને તમામ રકમ ચૂકવી દેવામાં આવી હતી, તેમ છતાં આજે 8 મહિના પસાર થવા આવ્યા, શોરૂમ તરફથી NOC આપવામાં આવતી નથી. આ ખબર NOC કેમ નથી આપતા એ ત્યારે પડી જ્યારે હીરો ફિનકોર્પ તરફથી દિવસમાં 7 થી 8 વાર ફોન આવવાના શરૂ થયા…અને હીરો ફિનકોર્પ ફાઇનાન્સનું કહેવું છે કે તમારો “એક હપ્તો બાકી છે, જે ચૂકવવો પડશે જો નહીં ચૂકવો તો તમને નોટિસ મોકલીશું, ફરિયાદ કરીશું જેવી ધમકીભર્યા ફોન આવે છે, જેનાથી હું માનસિક રીતે હેરાન થઈ રહ્યો છે. જ્યારે અમે હીરો ફિનકોર્પ ફાઇનાન્સ માંથી આવેલ ફોનમાં વાત કરતા મેડમને પૂછ્યું કે, અમારા તમામ હપ્તા ચૂકવાઈ ગયા છે તો શું કરવું ત્યારે તેઓનું કહેવું છે કે, તમે શો રૂમ પર જઈને તમારો હપ્તો ભરાઈ ગયો છે, એ અપડેટ્સ કરાવો એટલે અમારે ત્યા એની એન્ટ્રી થઈ જશે. એ તમારે શો રૂમ પર જઈને મેનેજર સાથે વાત કરવી પડશે પરંતુ જ્યારે શોરૂમમાં જઈએ ત્યારે જવાબદાર વ્યક્તિઓ તરફથી એવા જવાબો મળે છે કે આજે એ માણસ નથી કાલે આવજો આજે કોઈ નથી એવા એક બાદ એક તારીખ પર તારીખ આપીને ધર્મના ધક્કા ખવડાવી, આ હપ્તો લેનાર એજન્ટ કોણ છે, જેણે હપ્તો નથી ભર્યો એજન્ટને બોલાવો એ માટે વારંવાર રૂબરૂ અને ફોન મારફતે સંપર્ક કરવામાં આવે છે, ત્યારે કર્મચારીઓ ઉડાવ જવાબો આપે છે અને કોઈ સ્પષ્ટ સમાધાન આપતા નથી. આજે સાંજ સુધીમાં થઈ જશે.. જેવા બહાર બનાવે છે..!
ચિરાગકુમાર તડવી યુવા પત્રકારનું કહેવું છે કે, જ્યારે હું ગ્રાહકને મળ્યો ત્યારે જાણવા મળ્યું કે, નર્મદા મોટર્સ છેલ્લા ૮ મહિના થી ધક્કા ખવડાવે છે, અને જાણે આદિવાસી ગ્રાહકની ધૈર્યની પરીક્ષા લેતા હોય એવું લાગી છે, પરંતુ એમને ખબર નથી, કે હવે આદિવાસી સમાજના યુવાનો પણ શિક્ષિત અને જાગૃત થયા છે, આ અંગે અમે માહિતી મેળવી ત્યારે ખબર પડી કે નર્મદા મોટર્સ સહિત અન્ય પણ એમના શોરૂમમાં ગાડીઓની ખરીદી કરે ત્યારે તેઓ આદિવાસી વિસ્તારના ભોળા અશિક્ષિત સમજીને સ્થાનિક લોકોને વિશેષ રીતે નિશાન બનાવીને વધારાના પૈસા કમાવવાની અને હેરાન કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી હોય એવું લાગે છે. શો રૂમ માંથી ગાડી લીધી જેનું ફાઇનાન્સ પણ શો રૂમ તરફથી કરી આપવામાં આવે છે, જેના તમામ હપ્તા રોકડ શો રૂમ પર જઈને જમા કરાવ્યા છે, જેનું કાર્ડ પણ છે, જેમાં તારીખ પ્રમાણે નોંધ થઈ છે. પરંતુ ફાઇનાન્સ કંપનીનું કહેવું છે કે, તમારા પૈસા એજન્ટે જમા નથી કર્યા જેની એન્ટ્રી નથી કરી.. તમે શો રૂમ પર જઈને વાત કરો પરંતુ શો રૂમ તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી.. એક બાદ એક વાયદાઓ કરી આજે થશે કાલે થશેના વાયદાઓ કરી હેરાન કરે છે. ત્યારે સવાલ એ થાય છે આવું તો કેટલાય ગ્રાહકો સાથે આ શો રૂમના એજન્ટો કરતા હશે અને વધારાના પૈસા ભરવા માટે માનસિક રીતે હેરાન કરતા હશે. શો રૂમના જવાબદાર વ્યક્તિઓ સાથે રૂબરૂ અને ફોનથી આ બાબતે વાત કરીએ ત્યારે કહે છે આજે થશે કાલે થશે આમ 8 મહિના કરતા વધુ સમય થયો છે. તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી..
આદિવાસી વિસ્તારના લોકો સુરત, વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં જઈને ધમધોકતા તડકામાં કાળી મજૂરી કરી હપ્તા સમયસર ભરતા હોય છે. પરંતુ એસી રૂમમાં બેસીને બેમાનીના પૈસા ખાવાની ટેવ પડી હોય એવા લોકો આ મજૂરી કરી ઈમાનદારીથી પૈસા ચૂકવતા હોય એમની વેદના ન ખબર પડે હવે આદિવાસી લોકોએ પણ આવા બેઈમાના સામે અવાજ ઉઠાવવો પડશે..
વધુમાં સ્થાનિક લોકો સાથે ગાડી હપ્તા ફ્રોડ કેટલા લોકો સાથે થયું છે એ બાબતે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, એમના શો રૂમ પર માણસ જોઈને લોકોને ટાર્ગેટ કરી એજન્ટ ને તમામ હપ્તા ભર્યા હોવા છતાં તેઓ ફાઈનાન્સ કંપની સુધી એક હપ્તો ન પહોંચાડે ફાઈનાન્સ કંપની દ્વારા ફોન આવે ત્યારે જ ખબર પડે આપણે ભરેલા પૈસા ઉચાપત કર્યા છે અને જ્યારે શો રૂમ પર જઈએ ત્યારે એજન્ટો હપ્તો ક્લીયર કરવા 1000 રૂપિયા અથવા વ્યક્તિ જોઈને પૈસા ઉઘરાણી કરતા હોય છે, અને વારંવાર ધક્કા ખવડાવે છે. જે બાબત પણ તપાસનો વિષય છે, નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતે તપાસ કરવી જોઈએ અને શો રૂમના જવાબદાર વ્યક્તિઓ પર કાર્યવાહી થવી જોઈએ
શું શો રૂમના જવબાદર વ્યક્તિઓ પોતાની જવાબદારી માંથી છટકવા માંગે છે..?
ક્યા સુધી આદિવાસી વિસ્તારમાં આવીને આદિવાસીઓને લૂંટવાની કોશિશ કરશો.??
આદિવાસી સમાજને અશિક્ષિત, અજ્ઞાની અને ભોળા સમજીને લૂંટવાની કોશિસ કરશો એ હવે નહીં ચાલે..











