દક્ષિણ ગુજરાત: ગુજરાત સરકાર દ્વારા સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લામાં આવેલા બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડના વાઈડનીંગ અને સ્ટ્રેન્ધનીંગના કામને 45.42 કરોડના અંદાજિત ખર્ચે નવિનીકરણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
એક અહેવાલ મુજબ જોઈએ તો આ રોડની લાઈન-પહોળાઈ 7.50 મીટર છે, જેને વધારીને 10.00 મીટર પહોળો કરાયો છે. આ માર્ગની કુલ લંબાઈ 29.50 કિલોમીટર છે. આ રસ્તો વળાંક અને ઢોળાવવાળા ડુંગરાળ વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ ‘કવ્ડ ઇમ્પ્રૂવમેન્ટ’ કરવામાં આવશે. આ ઉપરાંત, રસ્તાની સાઈડમાં પ્રોટેક્શન દીવાલ, ક્રેશ બેરિયર અને સાઈનેજ લગાવવામાં આવશે.
દેશની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અને ડાંગના સુબીરમાં ધાર્મિક સ્થળ શબરીધામ’ અને સાપુતારા સુધીના રસ્તાને જોડતી કડી પૂરવાર થવાનું, અને શેરૂલ્લા, બાવલી, ભટવાડા, જૂની કુઈલીવેલ, સાતકાશી, આમલપાડા, કુઈલીવેલ તથા બોરદા જેવા અંતરિયાળ ગામોની અંદાજે 12,780 જેટલી વસ્તીને પ્રત્યક્ષ રીતે લાભ ઉપરાંત સોનગઢ, ઉકાઈ અને સાગબારા જેવા તાલુકાઓને જોડતા આ મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ બનવાને કારણે સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, પર્યટકો, નાના-મોટા વ્યવસાયો અને સ્થાનિક ઉદ્યોગોને વેગ મળશે હોવાનું માનવામાં આવી રહ્યું છે.











