ગુજરાત: સમગ્ર ગુજરાતમાં હાલમાં આદિવાસી સમાજના શિક્ષિત લોકોમાં ચર્ચા ઉઠી છે કે આદિવાસી સમાજના જાણીતા મહિલા વકીલ આરતીબેન ભીલ આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખોટા જાતિ પ્રમાણપત્ર મેળવી ST નો લાભ લેતા બોગસ આદિવાસીઓને બાહર કાઢવા અને ખોટા જાતિ પ્રમાણપત્ર હવે પછી કોઈ ગેર આદિવાસી મેળવી ના શકે તે માટે RBC ની લાંબી લડત આપણે લડ્યા અને અંતે 2018 માં એક એક્ટ 19 બન્યો.
આ અધિનિયમ 2020 થી અમલમાં છે.
એનું એક ઉદાહરણ સમજીએ… ઢોરને ખેતરમાં ના ઘૂસવા દેવા 5 ફૂટ ઊંચી વાડ આપણે ખૂબ મહેનત પછી બનાવીએ છીએ.એટલી ઊંચી વાડ કૂદીને આવવું હવે મુશ્કેલ છે.એટલે કેટલાક એમાં છીંડા પાડવાનું કામ કરે છે.હવે આ 5 ફૂટની વાડ ત્રણ ફૂટની કરવા માંગે છે. જો આવું થશે તો ઢોર તો શું બકરાઓ પણ ઘૂસી જશે અને આખું ખેતર ચરી જશે. અત્યાર સુધી આપણે જાતિ પ્રમાણપત્ર આસાનીથી મેળવી લેતા હતા એજ ફરી લાવીશું તો બોગસ જ લાભ લઈ જશે.ઘરના છોકરા ઘંટી જ ચાટશે.
અત્યારે પેઢીનામામાં થોડી મહેનત લાગે છે પણ જે ખરેખર આદિવાસીઓ છે એને મળે જ છે. જે લોકો 1950 પછી બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવ્યા છે એમને આ રાજ્યમાં ST નો લાભ નથી મળતો એવા લોકો આ અધિનિયમ નો ખાસ વિરોધ કરે છે.. સાચા આદિવાસીઓને જ ST નું જાતિ પ્રમાણપત્ર મળે અને બોગસ બાહર નીકળી જાય એના માટે એક્ટ 19 /2018 ના અધિનિયમમાં કોઈ ફેરફાર થવો ના જોઈએ અને એવું થશે તો નકલી આદિવાસીઓ મોટા પાયે લાભ લેશે…
લોકો કહે છે કે આરતીબેન ભીલે આના કરતાં જાતિના દાખલા કઢાવવા માટેની પ્રોસેસ ને સમજાવી હોત તો વધુ સારું.











