ધરમપુર: ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાના ૨૫ લાખ રૂપિયાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સ્થાનિક લોકોની ફરિયાદના આધારે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિઓએ સ્થળ પર મુલાકાત લીધા બાદ આ પોલ ખુલ્લો પડ્યો છે.

DECISION NEWS ને મળેલી જાણકારી મુજબ નિયમ મુજબ પાઇપલાઇન 4.92 ફૂટની ઊંડાઈએ નાખવી જોઈએ, પરંતુ હકીકતમાં માત્ર 1.5 થી 2.5 ફૂટ જ ખોદકામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કામમાં વપરાતી પાઇપોની ગુણવત્તા અત્યંત નિમ્ન કક્ષાની અને ભંગાર સમાન હોવાનું જણાયું છે, જે કોઈપણ સમયે તૂટી શકે તેમ છે.

કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસ પક્ષના આગેવાનોએ જણાવ્યું કે, “પ્રજાના ટેક્સના પૈસાનો આ અમાનુષી દુરુપયોગ અસ્વીકાર્ય છે. આટલી ઓછી ઊંડાઈએ પાઇપ નાખવાથી થોડા સમયમાં જ તે તૂટી જશે અને ફરીથી જનતાના પૈસે નવું કામ કરવું પડશે. આ એક પ્રકારનું સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર છે.”

ધરમપુર નગરપાલિકાના તંત્રને ચેતવણી
કોંગ્રેસે ધરમપુર નગરપાલિકા અને સંબંધિત વહીવટી અધિકારીઓને તાત્કાલિક આ કામ અટકાવીને નિયમ મુજબનું નવું કામ કરવાની માંગ કરી છે. અન્યથા જનતાના હિત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક લોકોમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here