ધરમપુર: ભારતના બંધારણ સાચી સાર્થકતા પુસ્તકોમાં નહીં પણ લોકોના આચરણમાં રહેલી છે. ગુજરાતના વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર તાલુકાના ગામડાઓમાં આ દ્રશ્ય જીવંત જોવા મળે છે. અહીંના લોકો કદાચ બંધારણની જટિલ કલમોથી પરિચિત નથી, પરંતુ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ જેવી સંસ્થાઓના માર્ગદર્શન હેઠળ તેઓ અજાણતા પણ બંધારણીય મૂલ્યોને પોતાના દૈનિક જીવનમાં વણી રહ્યા છે.
ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાજિક અને આર્થિક નિર્ણયોમાં પણ તેમનો ફાળો સમાન છે. કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા મહિલા સંગઠનો અને સ્વસહાય જૂથો એ સાબિત કર્યું છે કે જ્યારે મહિલાઓને તક મળે છે, ત્યારે તેઓ લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવે છે. અહીં સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવ વગરનું સામાજિક માળખું એ બંધારણીય સમાનતાનો શ્રેષ્ઠ નમૂનો છે. કોહેઝન ફાઉન્ડેશન આ સામુદાયિક શક્તિને વૈજ્ઞાનિક અભિગમ આપીને પાણી બચાવવા, ખેતી સુધારવા અને શિક્ષણના કાર્યોમાં જોડે છે.
ધરમપુરના લોકો ભલે કાયદાકીય પરિભાષા નથી જાણતા, પણ ‘સાચું શું અને ખોટું શું’ તેની નૈતિક સમજ તેમની પાસે અદભૂત છે. કોહેઝન ફાઉન્ડેશન દ્વારા ગ્રામ્ય સ્તરે ચલાવવામાં આવતા જાગૃતિ કાર્યક્રમોને કારણે હવે લોકો પોતાના મૂળભૂત અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃત થયા છે. કુદરત સાથેના તેમના આ અતૂટ સંબંધને કોહેઝન ફાઉન્ડેશન ટેકનિકલ સહયોગ આપીને ટકાઉ વિકાસ તરફ દોરી રહ્યું છે.











