દક્ષિણ ગુજરાત: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને યુરિયા ખાતર અને કેરીમાં કમિશનખોરી સહીતની ખેડૂતોને લગતી પાયાની સમસ્યાઓની ધારદાર રજૂઆત કર્યા બાદ ખેડૂતોના ભલા માટે વધુ એક ઉપયોગી રજૂઆત વિશે મીડીયાને વિગતવાર માહિતી આપી જણાવ્યું હતું કે

1. ‘Farm Bill’ ની તર્જ પર બાગાયતી પાકો માટે ૬૦% સબસિડીવાળો હવામાન આધારિત વિશેષ વીમો શરૂ કરવો.
2. દક્ષિણ ગુજરાતની પ્રવાહી જમીન અને પાકોને ધ્યાનમાં રાખી ‘આવક સુરક્ષા કવચ’ (Revenue Protection) આપવું.
3. સુરત હવાઈ મથક ખાતે એગ્રો-કાર્ગો ટર્મિનલ કાર્યરત કરી હાફુસ કેરી અને શાકભાજીની સીધી નિકાસ માટે સહાય આપવી.
4. સહકારી સુગર મિલોને ઇથેનોલ ઉત્પાદન માટે વિશેષ પેકેજ આપવું જેથી ખેડૂતોને પૂરતા ભાવ મળે.

ખેડૂતો માટે પાક વીમો એ જીવાદોરી સમાન છે. ભારત કરતાં વિદેશોની વીમા સિસ્ટમ ઘણી અલગ અને એડવાન્સ છે.અને ત્યાં સરકારી સબસિડી: વીમાના પ્રીમિયમનો લગભગ ૬૦% જેટલો મોટો ભાગ સરકાર પોતે ભોગવે છે, ખેડૂતે માત્ર 40% જ આપવો પડે છે.

નુકસાનની પૂરી ભરપાઈ: જો પૂર, દુષ્કાળ કે વાવાઝોડાને કારણે પાક નિષ્ફળ જાય, તો ખેડૂતને તેના પાકની વાસ્તવિક બજાર કિંમત જેટલું વળતર મળી જાય છે. આનાથી ખેડૂત ક્યારેય દેવામાં ડૂબતો નથી. દક્ષિણ ગુજરાત એ રાજ્યમાં ખેતીક્ષેત્રે સૌથી સમૃદ્ધ અને સહકારી પ્રવૃત્તિનું કેન્દ્ર છે.જો અહીં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ નીતિઓ લાગુ કરાશે,તો ગુજરાતએ વૈશ્વિક સ્તરે મોડેલ સ્ટેટ બની શકે છે અને ગુજરાતનો ખેડૂત વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકશે.આના લીધે Unemployment issue થોડા પ્રમાણમાં solve થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતના ભણેલા-ગણેલા યુવાનો ખેતી છોડીને નોકરી તરફ જઈ રહ્યા છે.જો સરકાર એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ્સ કે સ્થાનિક યુવાનો માટે “યુવા કૃષિ ઉદ્યોગ સાહસિક યોજના” શરૂ કરે, જેમાં હાઇટેક ગ્રીનહાઉસ, હાઇડ્રોપોનિક્સ કે વેલ્યુ એડિશન પ્લાન્ટ નાખવા માટે ₹10 થી ₹15 લાખની સીધી સ્ટાર્ટઅપ ગ્રાન્ટ આપવામાં આવે, તો રિવર્સ માઈગ્રેશન (શહેરમાંથી ગામડા તરફ) શરૂ થશે.અને ગામડાનું અર્થતંત્ર મજબૂત થશે.જે ગુજરાતના ભવિષ્ય માટે ખુબ જ ફાયદાકારક નીવડશે. યુવા આગેવાન તરીકે અમે આશા રાખ્યે છીએ કે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here