ખેરગામ: માતૃકૃપા શોપિંગ સેન્ટરની દુકાન નં 6 વેચાયેલી હોવા છતાં નહીં વેચાયેલી બતાવી ગોકુળ પટેલ સાથે સંભવિત સેટિંગ કરી ખોટી રીતે અરજી દફ્તરે કરી દઈ પોતે મહિલા હોવા છતાં વિધવા મહિલાને ન્યાયથી વંચિત રાખી હોવાનો ગંભીર આક્ષેપ કરી વિજય કટારકરે ખેરગામ પીઆઇ પીનલ ચૌધરી વિરુદ્ધ ખોટી રીતે બદનામી કરવા બદલ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ રૂમલા ગામના સામાજિક આગેવાન વિજય ઉચ્ચકટારે ખેરગામ પોલિસ સ્ટેશનના પીઆઇ પીનલ ચૌધરી વિરુદ્ધ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ફરિયાદ કરી પોલીસની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.વિજય ઉચ્ચકટારે અરજીમાં કરેલ આક્ષેપ મુજબ પાણીખડક ગામના ગણેશભાઈ વાઘીયા નામના વ્યક્તિએ ખેરગામ તાલુકાના આછવણી ગામના હટી ફળિયામાં માતૃકૃપા શોપિંગ સેન્ટરમાં લાલજીભાઈ બુધાભાઈ પટેલ નામના ઈસમ પાસેથી 6 નંબરની દુકાન ખરીદેલ હતી.પરંતુ ગણેશભાઈનું કોરોનામાં મૃત્યુ થયા બાદ લાલજી બુધા પટેલ અને તેના પુત્ર શૈલેષ લાલજી પટેલે વિધવા મંજુબેન વાઘીયાની દુકાન વલસાડના આદિજાતિ કમિશનર બાબુભાઈ વળવીને ગણેશ વાઘીયાના પરિવારની જાણબહાર જ વેચી મારી હતી.આ બાબતે ખેરગામ પોલીસને સીટી સર્વેયરની ઓફિસમાંથી સર્ટીફાઇડ નકલ મેળવીને આપવા છતાં પીઆઇ પીનલ ચૌધરીએ આરોપી ગોકુળ પટેલ સાથે કોઈક લાભ મેળવવા સંભવિત સાઠગાંઠ કરી
એકબાજુ કેસ ચાલુ હોવા છતાં કાયદાને ધોળીને પી ગયેલા લાલજી પટેલ અને શૈલેષ પટેલે ગોકુળ પટેલ નામના વચેટિયાને રાખીને તારીખ 2/11/2025 ના રોજ બાબુભાઇ વળવી નામના વલસાડ જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનરને અમારી દુકાન નંબર 6 સહિતની કુલ 28 દુકાનો ગોકુળ પટેલના જણાવ્યા અનુસાર 3.10 કરોડમાં અને અન્ય સર્વે નંબર 698ની જમીન વેચી કાઢેલ.ઉપરથી ગોકુળ પટેલે વૈભવને સમાધાનના બહાને સગાઓના માધ્યમથી બોલાવી એકલાને સાઈડમાં લઇ જઇ બાબુભાઇ વળવીને પત્ર નહીં લખવા અને ચુપચાપ જે રૂપિયા આપે તે લઇ લેવા ગંભીરતા ધાકધમકીઓ આપેલ.
એકની એક દુકાન 2 વ્યક્તિને વેચવું અને ઉપરથી ફરિયાદ ખેંચી લેવા ધાકધમકી આપવા બાબતે ખેરગામ પોલીસે સીટી સર્વે ઓફિસમાં સરખી તપાસ કરી ગુનાહિત છેતરપિંડી સહીતની કલમો સાથે ફરિયાદ નોંધવાને બદલે અન્ય નહીં વેચાયેલી દુકાન 5Aનો સર્વે નંબર માંગી આરોપીઓ સાથે સેટિંગ.કોમ કરીને આરોપીઓને ક્લીનચિટ આપી દીધેલ અને ગરીબ વિધવા અને તેના પરિવારને ન્યાયથી વંચિત રાખેલ અને ઉપરથી વિજય ઉચ્ચકટારનું નામ બિનજરૂરી રીતે ઘસડીને બદનામ કરેલ હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવેલ છે. પલક નામની દીકરીએ કોલેજ પ્રશાશનના ત્રાસથી આત્મહત્યા કરી લીધેલ હોવા છતાં તેની ફરિયાદ ખેરગામ પોલીસે આજદિન સુધી નોંધેલ નથી.
દુકાન નંબર 6 વેચાઈ ચુકી હોવાનું સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ દસ્તાવેજો,ખેરગામ સીટી સર્વે ઓફિસમાંથી કઢાવેલ સર્ટીફાઇડ દસ્તાવેજો કહી રહ્યા હોવા છતાં એક મહિલા પીઆઇ તરીકે વિધવા મહિલાની વેદના સમજવાને બદલે પોતાની અને પોતાના પદની ગરિમા અને આત્મસન્માન,મોરલ,એથીક્સ વેચીને આરોપીઓને ક્લીનચિટ આપીને પોતાનું જુઠાણું,પાપ,નિમ્નતા છુપાવવા સામાજિક આગેવાન તરીકે ગરીબ માટે ન્યાય માંગવા જવા બદલ અહેવાલમાં પોતાના નામ નીચે લીટી દોરી હાઈલાઈટ કરી અમને ખોટા સાબિત કરવાના પ્રયાસ સામે મીડિયાકર્મીઓની હાજરીમા લાલજી પટેલ અને તેના પુત્રએ વૈભવ વાઘીયાના પિતા ગણેશ વાઘીયાએ ખરીદેલ દુકાન નંબર 6 બાબુભાઇ વળવીને વેચી કાઢેલ છે કે નહીં તેની નવસારી કલેકટર ઓફિસમાં સુનવણી રાખવામાં આવે અને એ સુનવણીમાં ખેરગામ સીટી સર્વે સુપ્રીન્ટેન્ડેન્ટ, ખેરગામ પોલિસ સ્ટેશનના પીઆઇ પીનલ ચૌધરી,જમાદાર બિપિન નાયકા અને આરોપીઓ લાલજી પટેલ, શૈલેષ પટેલ, ગોકુળ પટેલ,બાબુ વળવીને પણ બોલાવવામાં આવે અને જો તપાસ દરમ્યાન દુકાન નંબર 6 વેચાય ચુકી હોવાનું જણાય આવે તો આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત છેતરપિંડી, શરતભંગ, સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવાની કોશિષ સરકારી મશીનરીનો દુરુપયોગ કરવાના ગુના નોંધવામાં આવે અને પીઆઈ પીનલ ચૌધરી અને બિપિન નાયકા વિરુદ્ધ ગરીબ વિધવાને ન્યાયથી વંચિત રાખવા બદલ ફરજ પર બેદરકારી તેમજ તેઓએ આરોપીઓ પાસે ક્યા આર્થિક લાભો મેળવ્યા તેની તપાસ થવી જોઈએ.
તેમજ અરજદારનું નામ ખોટી રીતે નાખી નીચે લીટી દોરી ઉપરી અધિકારીઓની સામે તદ્દન ખોટી રીતે ખોટા સાબિત કરવા બદલ પીઆઇ પીનલ ચૌધરી અને બિપિન નાયકા પાસે માફી મંગાવવામાં આવે. તેમજ વલસાડ આદિજાતિ મદદનીશ કમિશનર બાબુ વળવી જેઓ પાસે આ 2 સંપત્તિ ઉપરાંત બીજી બધી પણ ઘણી સંપત્તિઓ રાખતા હોવાનું જાણવા મળેલ છે તેઓ આટલી બધી સંપત્તિ કેવી રીતે કમાયા તેની યોગ્ય તપાસ થવી જોઈએ.ગોકુળ પટેલ વિરુદ્ધ જેટલી ફરિયાદો થાય તેમાં દરેક ફરિયાદોમાં ગોકુળ પટેલને ક્લિનચિટ જ કેમ મળે છે તેની પણ યોગ્ય તપાસ કરવા વિજય ઉચ્ચકટારે તંત્ર સમક્ષ માંગ કરી છે.











