તામિલનાડુ: તામિલનાડુના નવા CM વિજય થલાપતી શપથવિધિ તરત જ 200 યુનિટ વીજળી ફ્રી કરી શકે તો ગુજરાતના CM ભુપેન્દ્રભાઈ કેમ નહિ ? સવાલો આદિવાસી વિસ્તારોના યુવાનોમાં ચર્ચાનો મુદ્દો બનવા લાગ્યો છે. વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના વચનો પુરા કરવાનું શરૂ કરી દીધુ છે

તામિલનાડુમાં અભિનેતા તરીકે જાણીતા વિજય થલાપતિએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ પોતાના વચન મુજબ 200 યુનિટ વીજળી મફત આપવાનો આદેશ કર્યો છે. આ વિકાસને લઈને ગુજરાતના આદિવાસી વિસ્તારોના યુવાનોમાં ચર્ચા જામી છે કે “તામિલનાડુના સીએમ વિજય તરત જ વચન પૂરા કરી શકે તો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેમ નહીં ?

તામિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયે શપથવિધિના દિવસે જ ત્રણ મહત્વના આદેશો પર સહી કરી હતી, જેમાં ઘરગથ્થુ વપરાશકારોને દ્વિમાસિક 200 યુનિટ વીજળી મફત આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહિલા સુરક્ષા અને ડ્રગ્સ વિરોધી ટાસ્કફોર્સની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ વિષય આદિવાસી વિસ્તારોમાં યુવાનો વચ્ચે તીવ્ર ચર્ચાનો મુદ્દો બની ગયો છે. સ્થાનિક યુવાનો પૂછે છે કે, “જ્યારે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ચૂંટણી વચનો તરત અમલમાં મૂકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ વીજળી બિલમાં રાહત અથવા મફત વીજળીની યોજના કેમ નહીં અમલમાં મૂકવામાં આવે ?” ગુજરાત સરકાર તરફથી અત્યાર સુધી ૨૪ કલાક વીજળી પુરવઠા, કૃષિ વીજળી અને સોલાર વીજળી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, સીધી મફત વીજળીની જાહેરાત હજુ સુધી થઈ નથી.

આદિવાસી વિસ્તારોના યુવાનોમાં આ મુદ્દો વધુ ગરમાઈ રહ્યો છે અને તેઓ સરકાર પાસે વીજળી બિલમાં રાહત અથવા સમાન પ્રકારની યોજનાની માંગ કરી રહ્યા છે. આ મામલે સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવે તેની અપેક્ષા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here