દક્ષિણ ગુજરાત: છેલ્લાં કેટલાંક સમયથી દક્ષિણ ગુજરાતમાં મોટાભાગની APMC માં અનેક વેપારીઓ યુનિયન બનાવીને ખેડૂતોને કેરીનો ભાવ પોષણક્ષમ નહી આપી રહ્યા હોવાની અને 20 ના બદલે 22-24 કિલો કેરી પડાવી લઇ 20 કિલોનો જ ભાવ આપી 10-20% નું નુકસાન કરાવી રહ્યા હોવાની ખેડૂતોની બુમરાણ છે ત્યારે આ બાબતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામના યુવા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલે રાજયના કૃષિમંત્રી અને કૃષિ સચિવને રજૂઆત કરી છે.

આ બાબતે વાંધો ઉઠાવતાં ડો નિરવ પટેલ કહે છે.. કમોસમી વરસાદથી દર વર્ષે થતા ખાસ કરીને કેરી અને ડાંગરના પાકને નુકસાનનું યોગ્ય વળતર મળે એ દિશામાં પણ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાવા જોઈએ એવી માંગ કરી હતી તેમજ દક્ષિણ ગુજરાતમાં સરકારી કોલ્ડ સ્ટોરેજ અને કેરી તેમજ અન્ય પાકોના વિવિધ ઉપપેદાશો માટે પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા જોઈએ અને દક્ષિણ ગુજરાતની ખાસ કરીને કેસર, આફુસ કેરીઓ માટે GI ટેગ ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેને આંતરરાષ્ટ્રીય માર્કેટનો લાભ મળી શકે અને કમિશન એજન્ટો પર લગામ કસવામાં આવે નહિતર સતત અનિશ્ચિતતાઓથી ભરપૂર ખેતીવાડીના વ્યવસાયમાંથી યુવા પેઢી નિરંતર બહાર નીકળી રહી છે

આ કારણે લીધે ભવિષ્યમાં ઉત્પાદન ઘટવાની સ્થિતિ અને પાક વધારવા રાસાયણિક પદાર્થોના હદબહાર વધી રહેલા ઉપયોગથી પર્યાવરણના થઇ રહેલા નુકસાનની શારીરિક અને આર્થિક ભરપાઈ સમગ્ર રાજ્યવાસીઓએ જ આડકતરી રીતે કરવી પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here