વર્તમાન સમયના ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ફેબ્રુઆરી ૨૦૨૧માં વક્તવ્ય આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળ્યુ છે. મુખ્યમંત્રીએ આયોજકોનો ધન્યવાદ કરીને આ નિમંત્રણનો સ્વિકાર કર્યો છે. મુખ્યમંત્રી ઝારખઁડમાં આદિવાસીઓના અધિકાર, સતત વિકાસ, કલ્યાણકારી નીતિઓ અને કોરોના સંક્રમણ કાળમાં રાજ્ય સરકારે કરેલા કાર્યો પર વિગતવાર પોતાનું વ્યાખ્યાન આપશે.
અત્યાર સુધીના ઝારખંડના હેમંત સોરેન પહેલા એવા મુખ્યમંત્રી હશે, જેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાયન આપવાની તક મળી છે. આ સાથે જ વિશ્વ પટલ પર આદિવાસીઓના સામજિક મુદ્દાઓ પર પોતાના અભિપ્રાયો રાખવાની તક તેમણે સાંપડશે.
હેમંત સોરેન હાર્વર્ડ યુનિવર્સિટીમાં વક્તવ્ય રજુ કરશે. જેમાં તેઓ દેશમાં પ્રવર્તમાન કોરોનાકાળમાં શ્રમિકો માટે કરેલી મદદ, શ્રમિકો માટે કરેલી ટ્રેનોની વ્યવસ્થાઓ, ઘરે પાછા લાવવા માટેની મદદ વિષે વિસ્તારથી જણાવશે આ કાર્યોની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ તેમના ખૂબ પ્રશંસા થઇ રહી છે. આ તેઓ ઉપરાંત આદિવાસી બહુમતી વાળા વિસ્તાર ઝારખંડ જેવા રાજ્યોમાં આદિજાતિ વિકાસ માટે શરૂ કરવામા્ં આવેલી યોજનાઓથી રાજ્યની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. આ બધી જ વાતોને હેમંત સોરેન વિશ્વ પટલ પર પોતાના વ્યાખ્યાનમાં આવરી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.